Western Times News

Gujarati News

“સ્ત્રી-ટુ”ના કોરિયોગ્રાફરનો રાષ્ટ્રીય એવોર્ડ છીનવાયો

મુંબઈ, દેશભરમાં ધૂમ મચાવનારી સુપરહિટ ફિલ્મ ‘સ્ત્રી ૨’ના કોરિયોગ્રાફર જાની માસ્ટર ઉર્ફે શેખ જાની બાશા પર તેમની જ આસિસ્ટન્ટ કોરિયોગ્રાફરે દુષ્કર્મ ગુજારવાનો આરોપ મુકતા ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓના જાતીય શોષણનો મામલો ફરીથી ચર્ચામાં આવ્યો છે.

જાની પરના આક્ષેપોને પગલે તેની પાસેથી શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો નેશનલ એવોર્ડ છીનવી લેવાયો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી. હકીકતમાં, જાનીની આસિસ્ટન્ટ યુવતીએ ૧૫ સપ્ટેમ્બરે તેલંગાણાના સાયબરાબાદ રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં જાની માસ્ટર વિરુદ્ધ જાતીય શોષણની ફરિયાદ નોંધાવી હતી.

જાની માસ્ટરને વર્ષ ૨૦૨૨માં રીલિઝ થયેલી ધનુષની ફિલ્મ ‘તિરુચિત્રમ્બલમ’ના ગીત ‘મેઘમ કારુકથા’ના નૃત્યને કોરિયોગ્રાફ કરવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે સતીશ કૃષ્ણન સાથે આ ગીતની કોરિયોગ્રાફી કરી હતી. તેણે સ્ત્રી ૨ના ગીત ‘આયે નહીં’ અને પુષ્પાના ગીત ‘શ્રીવલ્લી’ની કોરિયોગ્રાફી પણ કરી છે.

જાની માસ્ટર વિરુદ્ધ કેસ દાખલ કરનાર યુવતીનો આરોપ છે કે તેણે ચેન્નાઈ, મુંબઈ અને હૈદરાબાદમાં અલગ-અલગ પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન તેનું યૌન શોષણ કર્યું હતું.

તેણે હૈદરાબાદ સ્થિત તેના ઘરે પણ ઘણી વખત તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે જાની માસ્ટરને વર્ષ ૨૦૧૭માં એક કાર્યક્રમમાં મળી હતી. બે વર્ષ પછી, જાનીએ તેને તેના સહાયક કોરિયોગ્રાફરની નોકરીની ઓફર કરી, જે તેણીએ સ્વીકારી હતી. આ પછી, મુંબઈમાં એક શો દરમિયાન, જાનીએ હોટલમાં તેની જાતીય સતામણી કરી હતી.

યુવતીનો આરોપ છે કે આ પછી જાનીએ તેને ડરાવી-ધમકાવીને તેનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ સતત તેના પર લગ્ન માટે દબાણ કરતા હતા. એટલું જ નહીં, તેઓ તેને એકવાર તેમના ઘરે લઈ ગયા હતાં જ્યાં જાની અને તેની પત્ની (આયેશા)એ તેને માર માર્યો હતો.

આ મુદ્દો સૌપ્રથમ તેલંગાણા વુમન સેફ્ટી વિંગ (ઉજીઉ) ડ્ઢય્ શિખા ગોયલે ઉઠાવ્યો હતો. તેણે જ પીડિતાને પોલીસ ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું હતું. આ પહેલા પણ ૨૦૧૫માં જાનીને અન્ય વિવાદના કારણે છ મહિના માટે જેલની સજા થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.