છેલ્લા ચાર મહિનામાં સ્ટ્રીટલાઈટો બંધ હોવાની 48 હજાર ફરિયાદ નોંધાઈ
અમદાવાદમાં સ્ટ્રીટલાઈટની રોજ ૨૧૬ ઓન લાઈન ફરિયાદ-અમદાવાદમાં હાલમાં સ્ટ્રીટ લાઈટના ૨ લાખ પોલ, હાઈમાસ્ટ લાઈટના ૨૪૯ પોલ
( પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધવે નગરજનો દ્વારા રોડ, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ટેક્ષના બદલામાં પુરી પાડવામાં આવે છે.તેથી પ્રાથમિક સુવિધા સારી રીતે પુરી પાડવી તે તંત્ર તથા સત્તાધીશોની ફરજ બની જાય છે.
પરંતુ છેલ્લા કેટલાય સમયથી “અંધેરી નગરી અને ગંડુ રાજા” જેવો વહીવટ ચાલી રહ્યો છે. તેનું ઉત્તમ ઉદાહરણ લાઈટ વિભાગ છે. જેમાં મેઇન્ટેનસ કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થયા બાદ નવો કોન્ટ્રાક્ટ આપવામાં ન આવતા સ્ટ્રીઈલાઈટ ના પોલ માત્ર થાંભલા બની ને રહી ગયા છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ નેતા શહેઝાદખાન પઠાણના જણાવ્યા મુજબ શહેરમાં હાલમાં સ્ટ્રીટલાઈટના ૨ લાખ પોલ, હાઈમાસ્ટ લાઈટના ૨૪૯ પોલ તથા બી.આર.ટી.એસ. કોરીડોરમાં 1000 એલ.ઈ.ડી. સ્ટીટ લાઈટના પોલ મળી કુલ ૨,૦૭,૦૦૦ જેટલા વિવિધ સ્ટ્રીટ લાઈટના પોલ છે
જેમાં રોજના અંદાજે ૩૦૦૦ થી ૪૦૦૦ પોલ બંધ હાલતમાં હોય છે. અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટના મેઇન્ટેનન્સ માટે અગાઉ સીટેલુમ ઈન્ડીયા કું.ને કોન્ટ્રાકટ આપવામાં આવેલ હતો તે કોન્ટ્રાકટની સમયમર્યાદા ત્રણ માસ કરતાં વધુ સમય પહેલાં પુરી થઇ છે. તેમ છતાં લાઇટ ડીર્પો દ્વારા નવું ટેન્ડર સમયસર બહાર પાડવાની કોઈ તજવીજ કરવામાં આવી નથી.
નાગરિકો દ્વારા સને ૨૦૨૨-૨૩માં ૯૨,૫૩૯ સને ૨૦૨૩-૨૪માં ૯૫,૫૮૮ અને સપ્ટે-૨૪ થી જાન્યુ-૨૫ સુધીની ૪૮૨૦૯ મળી કુલ ૨,૩૬, ૩૦૫ જેટલી સ્ટ્રીટલાઈટ અંગેની ફરિયાદો મળે છે જેથી અંદાજે રોજની ૨૧૬ જેટલી ઓન લાઈન ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવેલ છે. તેમાં ઓફ લાઇન ફરિયાદો ઉમેરતાં કેટલી ફરિયાદો હશે ? સ્ટ્રીટલાઇટના પોલનું સમયાંતરે નિયમિત સુપરવીઝન તથા સ્ટ્રીટલાઇટ બંધ હોવા બાબતની ફરિયાદોનો તાકીદે નિકાલ નહી કરાતાં
મ્યુ.કોર્પોનું લાઇટ ડીર્ષામાં અંધેર રાજ ચાલે છે. સ્ટ્રીટલાઇટો બંધ હોવાના કારણે મ્યુ.કોર્પો તથા પ્રજા બને બાજુથી પીડાય છે એક તરફ લાઈટના બીલનું ભારણ આવે છે બીજી તરફ અંધકારમય વાતાવરણમાં અકસ્માતો તથા ચોરી લુંટફાટ ના બનાવો વધવા પામે છે જેથી સ્ટ્રીટલાઈટ બંધ હોવા બાબતની સમસ્યાઓનો ત્વરીત નિકાલ આવે તે માટે યોગ્ય કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.