કટ્ટરતા ફેલાવનારાની વિરૂદ્ધ કરી કડક કાર્યવાહીઃ ગૃહપ્રધાન
નવી દિલ્હી, ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે કાઉન્ટર ટેરરિઝમ ફાઈનાન્સિંગ પર ત્રીજી NMFT મંત્રી સ્તરીય પરિષદના સમાપન સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે તમામ પ્રકારના આતંકવાદ સામે અસરકારક લાંબા ગાળાની અને સંયુક્ત લડાઈ વગર, આપણે ભયમુક્ત સમાજ અને ભયમુક્ત વિશ્વના અસ્તિત્વની કલ્પના કરી શકતા નથી. આજે આતંકવાદે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેની અસર આપણને દરેક સ્તરે દેખાઈ રહી છે.
લોકશાહી, માનવ અધિકાર, આર્થિક પ્રગતિ અને વિશ્વ શાંતિ સામે આતંકવાદ એ સૌથી મોટો પડકાર છે. તેને આપણે જીતવા નથી દેવાનું. અમિત શાહે કહ્યું કે આપણે ભૌગોલિક વિસ્તાર અને વર્ચ્યુઅલમાં આતંકવાદ અને આતંકવાદી જૂથો સામે લડવાનું છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કેટલાક સંગઠનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ સંગઠનો આતંકવાદને પણ ભંડોળ પૂરું પાડે છે. તેમણે કહ્યું કે દેશ કે સંસ્થા ગમે તેટલી શક્તિશાળી હોય, તે એકલા આતંકવાદ સામે લડી શકે નહીં. આંતરરાષ્ટ્રીય સમુદાયે તેની સામે ખભે ખભા મિલાવીને ઊભા રહેવું પડશે.
PFIનું નામ લીધા વિના અમિત શાહે PFI પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભારતે સામાજિક પ્રવૃત્તિઓની આડમાં કટ્ટરતા ફેલાવતી સંસ્થા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. અન્ય દેશોએ પણ આવી કાર્યવાહી કરવી જાેઈએ. કેટલાક દેશોએ આતંકવાદને પોતાની નીતિ બનાવી છે, આવું ન થવું જાેઈએ. અમિત શાહે કહ્યું કે, નાર્કોટિક્સ અને ક્રિપ્ટો કરન્સી દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે વિશ્વભરના ગુનેગારો ૨થી ૩ ટ્રિલિયન ડોલરની લોન્ડરિંગ કરે છે, જેમાં આતંકવાદ મુખ્ય છે.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે બિન-લાભકારી સંસ્થાઓનો ટેરર ફંડિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે, આને રોકવું પડશે. ટેરર ફાઈનાન્સિંગના તમામ પાસાઓનો સામનો કરવો પડશે. અમિત શાહે કહ્યું, NMFTનું કાયમી સચિવાલય બનાવવાનો સમય આવી ગયો છે, ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવશે.
આતંકવાદને કાબૂમાં લેવા માટે અમિત શાહે કહ્યું કે, ટ્રેસ કરવા, નિશાન બનાવવા અને ખતમ કરવા માટે એક વ્યાપક માળખું તૈયાર કરવું પડશે.
આ સિવાય ટેરર ?ફાઈનાન્સની રીતો બંધ કરવી પડશે. તેમણે કહ્યું કે નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીનો ઉપયોગ આતંકી માટે થાય છે, તેને રોકવો પડશે. પીએમ મોદીની સરકાર આતંકવાદના તમામ પાસાઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત નો મની ફોર ટેરર ?સંગઠનનું કાયમી સચિવાલય સ્થાપવા તૈયાર છે.