સાપ મહાદેવના ગળાનું ઘરેણું, જનતા મારા ભગવાનઃ મોદી
કોંગ્રેસ પાર્ટીએ જે વાયદા કર્યા એ ક્યારેય પૂરાં કર્યા નથી કર્ણાટકમાં પીએમ મોદીએ જનસભાને કર્યુ સંબોધન
કોલાર, પીએમ મોદી પોતાના કર્ણાટકના પ્રવાસે છે. બીજા દિવસે કોલારમાં ચૂંટણી સભાને સંબોધી તી. ત્યારે આજે ચન્નપટ્ટના અને બેલૂરમાં પણ જનસંપર્ક રેલીઓનું આયોજન છે. આ રેલીઓ બાદ પીએમ મોદી સાંજે મૈસૂરમાં રોડ શો કરશે.
કર્ણટકમાં ૧૦ મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. આ ચૂંટણીનું પરિણામ આગામી ૧૩ મેના રોજ આવશે. ત્યારે પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આજના જમાવડા બાદ કોંગ્રેસ અને જેડીએસની ઉંઘ ઉડી જશે. બંને પક્ષ વિકાસની પ્રક્રિયામાં મોટા અડચણ છે. જનતાએ તેમને ક્લિન બોલ્ડ કરી દીધા છે. આપણે કર્ણાટકના લોકોને કોંગ્રેસ અને જેડીએસની ભ્રષ્ટ સરકારથી બચાવવાનું છે. Strong support for BJP Karnataka is making the opponents nervous. Addressing a mega rally in Kolar.
Strong support for @BJP4Karnataka is making the opponents nervous. Addressing a mega rally in Kolar. https://t.co/n1EaAMiRtp
— Narendra Modi (@narendramodi) April 30, 2023
પીએમ મોદીએ કહ્યું કે, અસ્થિર સરકારોની પાસે વિઝન ન હોઈ શકે. કોંગ્રેસના શાસનકાળમાં દુનિયા ભારત પાસેથી આશા રાખતી નહોતી, પરંતુ જેવી ભાજપ સત્તામાં આવી કે દુનિયા હવે ભારતને એક ઉજ્જવળ સ્થાન તરીકે જાેવા લાગી છે. કર્ણાટકે ભાજપને ચૂંટવાનો ર્નિણય લીધો છે.
રાજ્યમાં સતત વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ અને જેડીએસ શાસન દરમિયાન વિકાસની ગતિ ધીમી પડી ગઈ છે. કર્ણાટકને વિકાસ માટે ડબલ એન્જિનની સરકારની જરુર છે. કોંગ્રેસનું નબળું અને જૂનુ એન્જિન રાજ્યની પ્રગતિ માટે ક્યારેય કામ આવી શકે નહીં.
કોંગ્રેસને ચીડ એટલા માટે છે કારણ કે અમે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યાં છીએ. તેઓ ધમકી આપે છે અને ગાળો પણ દે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ટોપિક ઝેરી સાપ છે.
તેઓ મારી સરખામણી સાપ સાતે કરી રહ્યાં છે. પરંતુ અમને આશા છે કે, ૧૦ મેના રોજ કર્ણાટકની જનતા તેમને મત આપીને જવાબ આપશે. સાપ એ ભગવાન શિવના ગળાનું ઘરેણું છે અને જનતા મારા ભગવાન છે. ભલે કોંગ્રેસ અને જેડીએસ ટીમ બનાવીને રમે, કર્ણાટકની જનતા તેમને સત્તામાં આવવાની તક નહીં આપે.
કર્ણાટકની આ ચૂંટણી માત્ર આગમી પાંચ વર્ષ માટે એમએલએ, મંત્રી કે સીએમ બનાવવા માટેની ચૂંટણી નથી, પરંતુ આગામી ૨૫ વર્ષમાં વિકસિત ભારતના રોડમેપના પાયાને સશક્ત કરવાની છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસનો ઈતિહાસ રહ્યો છે કે તેમણે કરેલા એક પણ વાયદા પૂરા કર્યા નથી. અધૂરી ગેરંટી જ તેમનો રેકોર્ડ છે. તેઓએ કર્ણાટકની જનતાને ખોટા વાયદા કર્યા અને છેતરપિંડી આચરી છે. ભાજપની સરકારે તેમના અનેક વાયદાઓ પૂરાં કર્યા છે.
પીએમ મોદીને જનતાને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસની વાર્તા તો ૮૫ ટકા કમિશન લેવાની રહી છે. લોકોના મનમાં તેમના પ્રત્યે વિશ્વાસ નથી. એક પીએમ કહેતા હતા કે, ૧ રુપિયામાંથી માત્ર ૧૫ જ પૈસા લોકો પાસે પહોંચે છે. કોંગ્રેસ તો હંમેશાથી જ તુષ્ટીકરણનું રાજકારણ કર્યું છે. પરંતુ ભાજપ દરેક લોકોના સંતુષ્ટિની વાત કરે છે.
કોંગ્રેસે ખેડૂતો માટે કંઈ પણ કર્યુ નથી. કોંગ્રેસે ખેડૂતોને વાયદા કર્યા પણ કંઈ આપ્યું નહીં. આ ભાજપ જ છે કે જેમણે ખેડૂતોના ખાતામાં રુપિયા અઢી લાખ કરોડ આપ્યા. કોંગ્રેસે હંમેશા ગરીબોની ઉપેક્ષા કરી છે. જ્યારે ભાજપ ખેડૂતોના વિકાસ માટે સતત કામ કરી રહ્યું છે.