Western Times News

Gujarati News

મોબાઈલ ટાવર પર ફસાયેલા પોપટને બચાવવા જહેમત

અમદાવાદ, જિંદગી માણસની હોય કે પછી પશુ-પક્ષીની, મહત્વ બરાબર જ હોય છે. દરેક જીવનને બચાવવા માટે ફાયર વિભાગ તત્પર હોય છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે લોકો પતંગ ચગાવતા જાેવા મળી રહ્યા છે. પરંતુ લોકોની મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે.

આવી જ એક ઘટના સામે આવી છે. એક દોરીમાં પોપટ ફસાઈ ગયો હોવાની ઘટના બની હતી. તે પણ દોઢસો ફૂટ મોબાઈલ નેટવર્કના ટાવર પર, જેને બચાવવા કલાકોની જહેમત બાદ ફાયર વિભાગ અને જીવદયા પ્રેમીઓ સફળતા મળી હતી.

આ ઘટના બની છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સોલા હાઉસિંગ સોસાયટી ખાતે, જ્યાં એક ૧૫૦ ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવરમાં ફસાયેલા એક પોપટનો જીવ બચાવવામાં આવ્યો હતો. અમદાવાદ ફાયર વિભાગ હંમેશા આગ પર કાબુ મેળવી અને મોટી જાનહાની થતી અટકાવતી હોય છે.

પરંતુ આજે ફાયર વિભાગની ટીમે ૧૫૦ ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવરમાં ફસાયેલા પોપટના જીવ બચાવીને વધુ એક ઉમદા કાર્ય કર્યું છે. સેવ બર્ડ ફાઉન્ડેશનના કાર્યકર્તા પપ્પુભાઈ જણાવ્યું હતું કે, બપોરના દોઢ કલાકના સમયે એક કોલરનો અમારી હેલ્પ લાઇન નંબર પર ફોન આવ્યો અને કહ્યું કે, નારણપુરાના સોલા હાઉસિંગ કોલોનીમાં આવેલા મોબાઈલ નેટવર્ક ટાવરમાં એક પક્ષી ફસાયું છે.

તેને બચાવવું જરૂરી છે. પપ્પુભાઈએ કોલરને ફાયર વિભાગને જાણ કરવા કહ્યું અને પોતાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. તે સમયે જ મેમનગર ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી. પરંતુ ઊંચાઈ હોવાને કારણે ફાયર વિભાગની ટીમ તે સમયે પક્ષીને બચાવી ન શકી હતી.

પરંતુ તરત જ થલતેજ ફાયર વિભાગ ટીમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલ હાઇડ્રોલિક મશીન સાથે ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ૧૫૦ ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવર પર ફસાયેલા એક પોપટ જે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો, તેને બચાવવા માટે એક કલાક સુધી જહેમત ઉઠાવી હતી.

એક-બે નહીં પણ સાત જેટલા ફાયર જવાનો અને સેવ બર્ડ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ આ ઉમદા કામ કર્યું હતું. આખરે પોપટને બચાવી જીવદયા પાંજરાપોળ ખાતે મોકલી દેવાયો હતો અને સારવાર આપવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.