Western Times News

Gujarati News

કોટાની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આપઘાત કર્યો

કોટા, શિક્ષાની નગરી કહેવાતા કોટાથી આજે સવારે માઠા સમાચાર સામે આવ્યા છે. કોટામાં જેઈઈની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીનેઆપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીની ઉંમર ૧૭થી ૧૮ વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળેલા અહેવાલો મુજબ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાનો રહેવાસી હતો.

આપઘાત કરનાર વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને પ્રાઈવેટ કોચિંગ દ્વારા એન્જિનિયરિંગની તૈયારી કરી રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યે માહિતી મળી હતી કે જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહીને એન્જિનિયરિંગની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે.

માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢીને શબઘરમાં રાખી પરિવારને જાણ કરી હતી. પરિવારજનો આવ્યા બાદ વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જાે કે આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

કોટાને કોચિંગ હબ ગણવામાં આવે છે. અહીં દર વર્ષે દેશભરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરવા આવે છે. કોટામાં વિદ્યાર્થીના આપઘાતનો આ ૨૦૨૪નો પહેલો મામલો છે. પરંતુ ગયા વર્ષે કોટામાં ૨૯ વિદ્યાર્થીઓ આપઘાત કર્યો હતો. હવે આ આંકડો ૩૦ થઇ ગયો છે, જે ચિંતાનો વિષય છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.