ટ્રમ્પની નવી F1 વિઝા નિતીની સૌથી વધુ ખરાબ અસર યુનિવર્સીટીને પડશે

અમેરિકાએ F1 વિઝા રદ કરતાં વિદ્યાર્થીઓમાં ભારે ખળભળાટ-અમેરિકાના રાષ્ટ્ર વિરોધી સોશિયલ મીડિયા પર એક્ટીવીટી કરનારા વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા રદ કરાશે
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F1 વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ મચી ગયો છે. જણાવી દઈએ કે, આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ તરફથી મોકલવામાં આવ્યો છે.
જેમાં વિદ્યાર્થીઓને તેમના F1 સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે, આદેશ છે કે, જો આ વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને તાત્કાલિક પોતાના દેશ નહીં જાય તો તેમને પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે કોઈ અન્ય દેશમાં પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
વિશ્વભરના શ્રેષ્ઠ વિજ્ઞાન, ટેક્નોલોજી, અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં અમેરિકી યુનિવર્સિટીઓનું મહત્વ અને શ્રેષ્ઠતા છે. પરંતુ, આ નવા નિયમોના કારણે, ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (જેમ કે ચીન, ભારત, તેમજ અન્ય વિકાસશીલ દેશો) હજુ પણ શિક્ષણ માટે અમેરિકા પહોંચવામાં અસમર્થ બની રહ્યા છે. F1 વિઝા નિયમોમાં ફેરફાર એ સંખ્યાબંધ વૈશ્વિક વિદ્યાર્થીઓ માટે એક માનો મોટો અવરોધ બની શકે છે. જેને કારણે યુનિવર્સીટીની આવક પર પણ અસર થશે.
ટ્રમ્પ વિઝા નીતિઓમાં ફેરફાર કરી રહ્યા હોવાથી અનેક વિદ્યાર્થીઓએ વેકેશનમાં પણ ભારત આવવાનું ટાળ્યું છે. બ્રાઉન, કાર્નેલ, એમઆઈટી, કોલંબિયા અને યેલ જેવી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અમેરિકાની બહાર પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે.
ભારતીય વિદ્યાર્થીઓને પણ સાવધ રહેવા સલાહ અપાઈ છે. ભારતીય માતા-પિતા પણ અમેરિકામાં ભણતા તેમના સંતાનોને સોશિયલ મીડિયા અથવા રાજકારણથી દૂર રહેવા સલાહ આપી રહ્યા છે. ૨૦૨૪માં અમેરિકાએ ૨.૭૯ લાખ એફ-૧ વિઝા અરજી રદ કરી હતી, જે કુલ અરજીના ૪૧ ટકા હતી. વિદ્યાર્થીઓને ડર છે કે આ વર્ષે વધુ એફ-૧ વિઝા અરજીઓ રદ થઈ શકે છે.
અમેરિકામાં અભ્યાસ અને ત્યાર પછી નોકરી કરવી તે સેંકડો યુવાનોનું સપનું હોય છે, પરંતુ અમેરિકામાં ડિગ્રી મેળવ્યા પછી નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. યુનિવર્સિટીઓમાં જંગી ફી, વિઝાની અનિશ્ચિતતા, જોબ માર્કેટમાં અસ્થિરતા અને માનસિક સ્વાસ્થ્યની ચિંતા વિદેશમાં વસવાટની વિદ્યાર્થીઓની આશાઓને પડકારી શકે છે.
આ કાર્યવાહી કથિત રૂપે કેમ્પસ એક્ટિવિધઝમમાં ભૌતિક રૂપે સામેલ થનારા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની હતી. પરંતુ, હવે આ તેનાથી પણ આગળ વધી ગયું છે. એટલે કે, હવે તેમાં એવા વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે, જે વિરોધ પ્રદર્શનમાં ભૌતિક રીતે ભલે સામેલ ન હોય પરંતુ,
કોઈપણ પ્રકારે અમેરિકાના રાષ્ટ્ર વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, લાઇક કરી અથવા કોમેન્ટ કરનારા પણ સામેલ હતાં. આવા તમામ વિદ્યાર્થીઓ હવે કાર્યવાહી હેઠળ તપાસના દાયરામાં આવી ગયા છે. જેનાથી અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમા પર ચિંતા વધી ગઈ છે. આ ઈમેલથી પ્રભાવિત લોકોંમાં અમુક ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, તમારા F1 વિઝા યુએસ ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ ૨૨૧(ૈ) હેઠળ રદ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ કાયદાકીય ઇમિગ્રેશન સ્ટેટસ વિના યુએસમાં રહેવાથી દંડ, અટકાયત અથવા દેશનિકાલ થઈ શકે છે.
ઈમેલમાં એ પણ સૂચવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમના વતન સિવાય અન્ય દેશોમાં પણ મોકલવામાં આવી શકે છે. તેથી તે પહેલાં તે અમેરિકા છોડીને સ્વેચ્છાએ જ અમેરિકા છોડી દો.
ઈમેલમાં કહેવાયું કે, જો તમે ભવિષ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી કરવાનો ઇરાદો ધરાવો છો, તો તમારે બીજા યુએસ વિઝા માટે અરજી કરવાની રહેશે અને તે સમયે તમારી પાત્રતા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઈમેલમાં વિદ્યાર્થીઓને ટ્રમ્પ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઝ્રમ્ઁ હોમ એપનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેથી તેમને અમેરિકાથી પરત જવામાં મદદ મળી શકે.
રુબિયોની ઓફિસે તાજેતરમાં જ એક એઆઈ-સંચાલિત એપ ‘કેચ એન્ડ રિવોક’ પણ લોન્ચ કરી છે. આ એપ મારફત હમાસ અથવા અન્ય વોન્ટેડ આતંકી સંગઠનોનું સમર્થન કરનારા વિદ્યાર્થીઓને ઓળખી શકાય અને તેમના વિઝા રદ કરી શકાય. વિદેશ વિભાગ નવા વિદ્યાર્થીઓની અરજી પણ તપાસી રહ્યો છે. કોઈપણ શ્રેણીની અરજી જેમ કે એફ (એકેડમિક અભ્યાસ વિઝા), એમ (વ્યાવસાયિક અભ્યાસ વિઝા) અથવા જે (એક્સચેન્જ વિઝા)માં અરજદાર પર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને સપોર્ટ કરવાનું ઉદાહરણ મળે તો તેવા અરજદારોને અમેરિકામાં પ્રવેશ નહીં મળે.
આ એપ ટ્રમ્પ તંત્રે ૧૦ માર્ચે લોન્ચ કરી હતી. મેલમાં વિદ્યાર્થીઓને કહેવાયું છે કે તમારા વિઝા ઈશ્યુ થયા પછી અન્ય માહિતી મળી છે, ત્યાર બાદ તમારા વિઝા રદ કરી દેવાયા છે. ઈ-મેલમાં વિઝા પૂરા થવાની તારીખ પણ લખી છે. વિદ્યાર્થીઓને ચેતવણી અપાઈ છે કે તેઓ હજુ પણ અમેરિકામં રહેતા હશે તો તેમણે દંડ, ધરપકડ અને હકાલપટ્ટીનો સામનો કરવો પડી શકે છે. સરકારી અધિકારી આપની કોલેજના અધિકારીને તમારા એફ-૧ વિઝા રદ થઈ ગયા હોવા અંગે જણાવી દેશે.
વધુમાં એમ પણ લખાયું છે કે તમે ભવિષ્યમાં અમેરિકાના વિઝા માટે અયોગ્ય પણ બની શકો છો. નિર્વાસિત કરવામાં આવેલી વ્યક્તિઓને તેમના મૂળ દેશો ઉપરાંત અન્ય દેશોમાં મોકલી શકાય છે.
હાંકી કઢાયેલા વિદ્યાર્થી ભવિષ્યમાં અમેરિકા પાછા ફરવા માગતા હોય તો તેમણે નવા વિઝા માટે અરજી કરવી પડશે અને પછી તેમની યોગ્યતાનું પુનર્મૂલ્યાંકન કરાશે. ઈ-મેલમાં વિદ્યાર્થીઓને દેશ છોડવાની પ્રક્રિયા પણ જણાવાઈ છે. જે વિદ્યાર્થીઓ જાતે જ દેશ છોડવા માગતા હોય તેમણે સીબીપી હોમ એપનો ઉપયોગ કરીને બતાવવું પડશે કે તેઓ અમેરિકા છોડવા માગે છે. અન્યથા તેમની સામે પગલાં લેવાશે.