કેનેડા બાદ હવે ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયાએ આપ્યો આંચકો
(એજન્સી)સિડની, કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશમાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. આૅસ્ટ્રેલિયાએ જાહેરાત કરી દીધી છે કે તે ૨૦૨૫માં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૨.૭ લાખ સુધી મર્યાદિત કરશે. ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે,
જેના કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે જણાવ્યું હતું કે આ શ્રેણીમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો તેમજ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન સરકારના આ પગલાંથી વિદેશ જવાની આશા રાખતા વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે. શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે કહ્યું કે
હાલમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં કોરોના રોગચાળા પહેલાંની તુલનામાં લગભગ ૧૦ ટકા વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. ખાનગી વ્યાવસાયિક અને તાલીમ સંસ્થાઓમાં આ સંખ્યા ૫૦ ટકા વધુ છે. તાજેતરના સર્વેક્ષણોએ દર્શાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના મતદારોએ ઇમિગ્રેશન વિશે ચિંતા વ્યક્ત કરી છે, જે એક વર્ષથી ઓછા સમયમાં ચૂંટણીને અસર કરી શકે છે.
જોકે, આંતરરાષ્ટ્રીય શિક્ષણ ૨૦૨૨-૨૩માં અર્થતંત્રમાં છઇં૩૬.૪ બિલિયનનું યોગદાન આપવાનો અંદાજ હતો. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભારત સૌથી મોટા સ્ત્રોતોમાંનું એક રહ્યું છે. જો કે, ૨૦૨૪માં ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં નોંધણી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે.