કેનેડામાં કામ શોધવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે
નવી દિલ્હી, કેનેડાને લઈને ભારતીય સ્ટુડન્ટ્સની ચિંતાઓ સતત વધતી જાય છે. એક તરફ ભારત અને કેનેડા વચ્ચે ડિપ્લોમેટિક તણાવ ચાલે છે, બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં જાેબની પણ અછત છે. તેના કારણે કેનેડામાં સેટલ થવાના ઈરાદાથી ત્યાંની કોલેજાેમાં એડમિશન લેવું કે નહીં તે વિશે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારતીય એજન્ટો પર કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીની હત્યા કરવાનો આરોપ લાગ્યો ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. આ ઉપરાંત કેનેડામાં જાેબની તક પણ બહુ લિમિટેડ હોય તેવું ભારતીય વિદ્યાર્થીઓને લાગે છે. વર્ષ ૨૦૨૨માં કુલ ૨.૨૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે કેનેડા આવ્યા હતા. તેના કારણે કેનેડિયન એજ્યુકેશન સંસ્થાઓમાં ભારતીય સ્ટુડન્ટની ટકાવારી ઘણી ઉંચી છે. ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ કંપનીના ડેટા મુજબ કેનેડામાં તમામ એજ્યુકેશન લેવલ પર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા ૮.૦૭ લાખ હતી.
જેમાં હાયર એજ્યુકેશન માટે આવેલા વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તેમાંથી ૫.૫૧ લાખ સ્ટુડન્ટ્સને ગયા વર્ષે કેનેડાની સ્ટડી પરમિટ મળી હતી. રિસર્ચ કંપનીનો દાવો છે કે ૨૦૨૨માં કેનેડામાં ભારતીયો પાસે સૌથી વધુ સ્ટડી પરમિટ હતી. ભારતના લગભગ ૨.૨૬ લાખ સ્ટુડન્ટ સ્ટડી પરમિટ ધરાવતા હતા. હરવિંદર સિંહ નામના એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના ડિપ્લોમેટિક વિવાદને હું ગંભીરતાથી નથી લેતો.
મને મારા ભવિષ્યની ચિંતા છે. અહીં અત્યારે નોકરીઓની અને રોજગારીની તકની ભારે અછત છે. મને એ ચિંતા છે કે હું અહીં અભ્યાસ પૂરો કરીશ પછી મને કામ મળી શકશે કે નહીં. ગ્રેટર ટોરોન્ટો નજીકની કોલેજાેમાં ભણતા બીજા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ પણ આવી જ ચિંતા વ્યક્ત કરી હતી. પ્રિતેશ નામના એક સ્ટુડન્ટે જણાવ્યું કે તે ગ્રેટર ટોરોન્ટો નજીક એક સંસ્થામાં હેલ્થ સર્વિસનો કોર્સ કરે છે.
તેણે અને તેના મિત્રને ભારત-કેનેડા વચ્ચેના ડિપ્લોમેટિક વિવાદની કોઈ અસર નથી પડી. પરંતુ કેનેડામાં ભણતર પૂરું કર્યા પછી તેને સારી જાેબ મળશે કે નહીં તે ચિંતાના કારણે તેની ઉંઘ ઉડી ગઈ છે. તેણે કહ્યું કે હું એવા ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ઓળખું છું જેઓ અહીં મેડિકલ ડિગ્રી ધરાવતા હોવા છતાં સારા પગારની જાેબ નથી મળતી. તેઓ હાઈ ક્વોલિટી એજ્યુકેશન ધરાવતા હોવા છતાં કેબ ચલાવે છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં નોકરી કરે છે કે રેસ્ટોરન્ટમાં બિલ કાઉન્ટર પર બેસે છે.
અમારા માટે આ બહુ ચેલેન્જિંગ સ્થિતિ છે. કેનેડાના ટોરોન્ટો અને બીજા શહેરોમાં છેલ્લા બે -ત્રણ વર્ષમાં લિવિંગ કોસ્ટ પણ એટલો બધો વધી ગયો છે કે નાની મોટી નોકરી કરીને ટકી રહેવું મુશ્કેલ છે.
હરિયાણાથી ભણવા આવેલા એક ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે એવી આશાએ કેનેડા આવ્યા હતા કે એક વખત અહીં ડિગ્રી મળી જાય ત્યાર પછી અમને સારા પગારની જાેબ મળી જશે અને અમે ભારત અમારા માતાપિતાને ડોલર મોકલી શકશું. પરંતુ અમારી પાસે કોઈ જાેબ નથી, કોસ્ટ ઓફ લિવિંગ વધતો જાય છે, હેલ્થકેરનો ભારે ખર્ચ આવે છે તેના કારણે એક-એક દિવસ કાઢવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અમે ઘરે ડોલર મોકલવાનું તો વિચારી પણ શકતા નથી.SS1MS