સુરતમાં વિદ્યાર્થીઓને સફાઇ કરતા લાગ્યો કરંટ

સુરત, સુરત શહેરમાં ખાનગી શાળાની મોટી બેદરકારી સામે આવી છે. ધોરણ ૬માં ભણતા બે વિદ્યાર્થીઓને શાળાના ધાબા પર પતંગની દોરીની સફાઇ કરવા માટે મોકલ્યા હતા.
શહેરની ડિંડોલીની શારદાયતન શાળામાં સફાઇ કરતી વખતે કરંટ લાગતા બંને વિદ્યાર્થીઓ દાઝ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરની શારદાયતન શાળામાં બે વિદ્યાર્થીઓને કરંટ લાગતા દાઝી ગયા છે.
આ વિદ્યાર્થીઓ શિવા યાદવ અને શિવમ યાદવ બંને ભાઈઓને શાળાના સંચાલક કુનના તિવારી દ્વારા ધાબા પર સાફ સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.
જ્યાં સવારના સાત વાગે ધાબા પર આ વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. જે બાદ બંને વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
શાળાના સંચાલકો પર એવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, શાળાના સંચાલક કુનના તિવારી દ્વારા બળજબરીપૂર્વક આ વિદ્યાર્થીઓને સફાઇ માટે મોકલવામાં આવ્યુ હતા. હાલ આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS