Western Times News

Gujarati News

કામલ સંસ્થા બોગસ નીકળતા વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા

સુરત, ગુજરાત સરકારે રાજ્યમાં ચાલતી માન્યતા વગરની માં કામલ ફાઉન્ડેશનની ન‹સગનો અભ્યાસ કરાવતી સંસ્થાને ગેરલાયક ઠેરવી છે. આ ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પ્રશ્નો ઉભા થતાં વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા હતાં.

પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ન્યાય માટેની માગ કરી હતી.પોલીસ કમિશનરની કચેરીએ એનએસયુઆઈની આગેવાનીમાં પહોંચેલા અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સાથે એનએસયુઆઈના ધીરેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું હતું કે, વિદ્યાર્થિનીઓ સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવી છે.

મા કોમલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અનિલ વાઘેલા તેમજ ટ્રસ્ટીઓએ તેમની સાથે અન્યાય કર્યાે છે. તેમને ન્યાય મળવો જરૂરી છે. રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રી પાસે જ્યારે તમામ ઇન્સ્ટિટ્યૂટ અંગેની માહિતી છે તો તેમને તાત્કાલિક સીલ કેમ મારવામાં આવતું નથી અને તેમની સામે પગલા કેમ લેવાયાં નથી.

સંચાલક અને ટ્રસ્ટીઓ સામે પગલાં લઈ તેમની ધરપકડ કરવી જોઈએ.વિદ્યાર્થીની મયૂરી પરમારે કહ્યું હતું કે, હું જ્યારે આ ઇન્સ્ટિટયૂટમાં જોડાઈ હતી ત્યારે સાથે સાથે મને રિસેપ્શન પણ કામ આપવામાં આવ્યું હતું. એ કામ મેં શરૂ કરી દીધું હતું, પરંતુ ૧૦થી ૧૨ દિવસ બાદ તેમણે મને એન્ટોનોમીના લેક્ચર લેવા માટે દબાણ કર્યું હતું.

ત્યારે જ મને શંકા પડી હતી. ઇન્સ્ટીટ્યુટ દ્વારા અમને બેંગલુરુ ખાતે પરીક્ષા આપવા માટે લઈ જવાયા હતા, ત્યાં અમને એક મહિના સુધી રાખ્યા હતા. પ્રેક્ટીકલની ફી પણ વસૂલવામાં આવી હતી પણ તેનો અભ્યાસ જ કરાવાતો નહતો.

જ્યારે બેંગલુરુમાં અમે પરીક્ષા આપવા માટે ગયા હતા ત્યારે ત્યાં સ્ક્વોડની રેડ પડી હતી અને તાત્કાલિક પરીક્ષા ખંડમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા અને ખેતરના રસ્તે અમે દોડતા એક રૂમમાં રહ્યા હતા. બેંગ્લોરમાં સ્થાનિક અધિકારીઓને પણ જાણ થઈ હતી, કંઈ ખોટું થઈ રહ્યું છે, એના માટે જ રેડ પાડવામાં આવી હતી.

મા કામલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ અમને અંધારામાં રાખ્યા હતા. ધીરે ધીરે જે પ્રકારનો ઘટનાક્રમ બનતો હતો એના પરથી તમામ વિદ્યાર્થીઓને શંકા જતી હતી કે હવે આ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરવા જેવો નથી, પરંતુ જ્યારે અમે અમારી માર્કશીટ માગવાની શરૂઆત કરી અને અમારું એડમિશન કેન્સલ કરવા માટે અમે કહેવાનું શરૂ કર્યું તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને ત્રણ વર્ષની ફી ભર્યા બાદ જ તમને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળશે એ પ્રકારની વાત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.