એલન કેરીયરના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલિમ્પિયાડ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી
વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાંથી 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલો પ્રાપ્ત કર્યા
કોટા: પોતાના ચોક્કસ અને સરસ કાર્ય કરવાની ક્ષમતાઓને આગળ વધારતા એલન કેરીયર ઈન્સ્ટિટયૂટ કે જે ભારતમાં વિદ્યાર્થીઓ માટે કોચિંગના પ્રણેતા કહેવાય છે, તે કોચિંગ કલાસના વિદ્યાર્થી ફરી એકવાર સાયન્સ ઓલિમ્પિયાડમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. Students of Allen Career Institute win big at International Science Olympiads
તેઓએ ભૌતિકશાસ્ત્ર (Physics), જીવવિજ્ઞાન (Biology), ગણિત (Maths) અને રસાયણશાસ્ત્ર (Chemistry Olympiads) માં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
આ પ્રસંગે ડૉ. બ્રજેશ મહેશ્વરી, એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના સહ-સ્થાપક અને ડિરેક્ટરે કહ્યું, “આ અમારી સંસ્થા માટે ગર્વની ક્ષણ છે. આ ઓલિમ્પિયાડની ફાઇનલમાં ભારતીય ટીમમાં 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 3 વિદ્યાર્થીઓ એલનના હતા.
જ્યારે એલનના દિવ્યાંશુ માલુએ ગોલ્ડ, અભિજિત આનંદ અને હર્ષ ઝાખર એ સિલ્વર મેડલ જીત્યા હતા. ઈન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડનો ફાઈનલ રાઉન્ડ હોમીભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન, સ્વીઝરલેન્ડ ખાતે વર્ચ્યુઅલ મોડ દ્વારા તા. 10 થી 17 જુલાઈ દરમિયાન યોજાયો હતો”
ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડની ફાઇનલ 10મીથી 18મી જુલાઇ દરમિયાન આર્મેનિયામાં યોજાઇ હતી, જેમાં રોહિત પાંડાએ સિલ્વર મેડલ જીત્યો હતો અને માહિત ગઢીવાલાએ ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ બંને વિદ્યાર્થીઓને ને એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું.
ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડ સોસાયટીએ તેમની પરીક્ષા ઓસ્લો, નોર્વે ખાતે 6ઠ્ઠી અને 16મી જુલાઈ દરમ્યાન યોજાઈ હતી. IOQM Part-Bના આધારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં દેશના છ વિદ્યાર્થીઓએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાંથી બે એલનના હતા.
આ ઓલિમ્પિયાડનું પરિણામ પણ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું. યુકે ટીમનું પ્રતિનિધિત્વ કરનાર મોહિત હુલસેએ ગોલ્ડ મેડલ અને અતુલ શતવર્ત નાડીગ અને કૌસ્તુબ મિશ્રાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ બંને એલનના કલાસરૂમના વિદ્યાર્થીઓ હતા અને તેઓ ભારતીય ટીમના ગૌરવશાળી સભ્યો પણ છે.