Western Times News

Gujarati News

ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ૧૦ દિવસ બેગ વગર અભ્યાસ કરશે

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, નવી શિક્ષણ નીતિમાં ધોરણ ૬ થી ૮ માં દિવસ બેગલેસ પીરીયડની શરૂઆત કરવાનું નક્કી કરાયુ છે કે જે મુજબ વિદ્યાર્થીઓ ૧૦ દિવસ દરમ્યાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવેશે. જેમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શીખશે. આ ઉપરાંત બેગલેસ દિવસ દરમ્યાન રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાલયોની પણ મુલાકાત કરવા માટે વિદ્યાર્થીઓને લઈી જવામાં આવશે. ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણનીતિનો અમલને લઈને તૈયારીઓ થઈ રહી છે.

નવી શિક્ષણ નીતિમાં ઓછામાં ઓછા પ૦ ટકા વિદ્યાર્થીઓનેે વ્યવસાયિક શિક્ષણ સાથે જાેડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિમાં ધોરણ ૬ ની શરૂઆતથી જ વ્યવસાયિક વિષયો ભણાવવામાં આવે તે માટે પણ ઉલ્લેખ કરાયો છે. એવી જ રીતેેે ધોરણ ૬ થી ૮ ના બાળકોને ૧૦ બેગલેસ દિવસની પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ વ્યવસાયોનું જ્ઞાન, કોશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવશે.

ધોરણ ૬ થી ૮ દરમ્યાનમાં દરેક વિદ્યાર્થી એક અભ્યાસ ક્રમ લેશે. જેમાં સુથારીકામ, ઈલેકટ્રીક વર્ક, મેટલ વર્ક, બાગકામ, માટીકામ વગેરેનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થી ૧૦ દિવસના બેગલેસ સમગાળમાં વ્યવસાયિક નિષ્ણાંતો જેમ કે સુથાર માળી, કુંભાર, વગેરેે સાથે ઈન્ટર્ન કરશે.

બેગલેસ દિવસોને સમગ્ર વર્ષ દરમ્યાન કળાને લગતી વિવિધ પ્રવૃત્તીઓ માટેે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોને સમયાંત્તરે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસી મહત્ત્વના સ્થળો, સ્મારકોની મુલાકાત, સ્થાનિક કલાકારો અને કારીગરોને મળવા માટે લઈ જવાશે. શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ ૬ કલાક સ્કુલમાં વિતાવે છે.
જેને જાેતા વર્ષ દરમ્યાન ૧ હજાર કલાકથી વધુ સ્કુલમાં વિતાવે છે.

આ કાર્યક્રમ માટેની પ્રવૃત્તિઓ માટે શાળાના સમયના ૧૦ દિવસ આપવા તો ૬૦ કલાક ફાળવવા જાેઈએ એવું સુચન નવી શિક્ષણનીતિમાં કરવામાં આવ્યુ છે. શાળાના સત્રના પ્રથમ ભાગમાં અને સત્રના બીજા ભાગમાં પાંચ પાંચ દિવસ આ પ્રવૃતિઓનું આયોજન કરી શકાશે. શાળા પણ તેમની અનુકૂળતા મુજબ આયોજન કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.