ડાંગ જિલ્લા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માહિતગાર કરાયા
( ડાંગ માહિતી ) આહવાઃ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ડાંગ દ્વારા “માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૩” ની ઉજવણીના ભાગરૂપે, વઘઈ બોટાનિકલ ગાર્ડન ખાતે સરકારી માધ્યમિક શાળા, ભવાનદગડ અને પ્રાથમિક શાળા, વઘઈના બાળકોને માર્ગ સલામતી અંગે માહિતગાર કરવામા આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી આર.એલ.ચૌધરી દ્વારા બાળકોને વિવિધ રોડ ટ્રાફિક સાઇન, ઝિબ્રા ક્રોસિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટનુ મહત્વ, તેમજ વાહન ચલાવવા માટે લાયસન્સની અગત્યતા બાબતેની જાણકારી આપવામા આવી હતી. કાર્યક્રમના અંતે એ.આર.ટી.ઓ કચેરીના મોટર વાહન નિરીક્ષકો દ્વારા બાળકોને રોડ ટ્રાફિક સાઈન બાબતેની પત્રિકાઓ વહેંચવામા આવી હતી. આ કાર્યક્રમમા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી સી.આર.પટેલ તેમજ કચેરીના અન્ય મોટર વાહક નિરીક્ષકો, શિક્ષકો તેમજ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.