Western Times News

Gujarati News

કલ્યાણી શાળાનાં વિદ્યાર્થીઓએ પોકસો એકટ અવેરનેસ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે ભાગ લીધો

(પ્રતિનિધિ)વલસાડ, તા.૨૬નાં શનિવારે જિલ્લાની અને શાળાની ર્નિભયા બ્રિગેડ ટીમમાં શાળાના કુલ ૧૦( ૫-કુમાર ૫-કન્યા) વિધાર્થીઓ અને શિક્ષિકા પલ્લવીબેન પટેલ સાથે ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ખાતે સંવિધાન દિવસની ઊજવણી અને પોકસો એકટ અવેરનેસ અંતર્ગત ONE DAY ORIENTATION PROGRAMME માં આદરણીય સાવન. એસ. બામરોટિયા સર (સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ,વલસાડના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.

જેમાં રાજયની લગભગ ૫૦ જેટલી શાળાઓના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઓનરેબલ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ અને અને ઓનરેબલ જજ સોનિયાબેન ગોકાણી ઉપસ્થિત રહ્યાં હતાં. એક વિશિષ્ટ અને જ્ઞાનસભર કાર્યક્રમમાં શાળાના બાળકોને ભાગ લેવાની તક આપવા બદલ અતુલ કેળવણી સંચાલક મંડળ, આચાર્ય, સુનીલ પટેલ તથા સમગ્ર કલ્યાણી પરિવારે જિલ્લા શિક્ષણાધિકારી બારીયા સર, શિક્ષણાધિકારીની કચેરી,વલસાડ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ વલસાડનો આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.