વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલનાં વિદ્યાર્થીઓ ઝળકયા
(પ્રતિનિધિ)વાપી, વાપીની શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કુલ દ્વારા હિંદી અને ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વાપીની અનેક સ્કુલોએ ભાગ લીધો હતો. એમા વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલની ધોરણ સાતની વિદ્યાર્થીની પ્રાચી ઉપાધ્યાયએ હમ બદલેંગે જગ બદલેગા વિષય પર અને ધોરણ નવની વિદ્યાર્થીની મોનિકા શર્માએ પ્રેસકી આઝાદી કિતની સાર્થક વિષય પર વક્તવ્ય રજૂ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ.
તેમજ સંઘર્ષ એજ સિદ્ધિ(ગુજરાતી) વિષય પર ધોરણ છ ની વિદ્યાર્થીની મનસ્વી પટેલે વક્તવ્ય રજૂ કરી બિજુ સ્થાન પ્રાપ્ત કરી શાળાનુ નામ રોશન કર્યુ તેમજ શાળાના પ્રિ-પ્રાયમરી વિભાગનાં વિદ્યાર્થીઓએ પણ સ્ટોરી ટેલિંગ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો જેમાં નર્સરી નો વિદ્યાર્થી નિખિલ રામતેકે પ્રથમ તથા જુનિયર કે.જી.ની વિદ્યાર્થીની નવિકા શર્મા એ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ અને સિનિયર કે.જી. ની વિદ્યાર્થીની જાન્હવી ચૌહાણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનુ નામ રોશન કર્યુ.શાળાના મેનેજમેન્ટ અને પ્રિંસીપાલ શ્રીમતી બીની પૌલ એ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા.