ભાદરોડમાં વિદ્યાર્થીઓ-ગ્રામજનોએ એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો

મહીસાગર, મહીસાગરમાં લોકોએ બસને રોકીને વિરોધ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તો ઓછી બસ અને મુસાફરો વધારે હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું. રૂટ પર પૂરતી એસટી બસ મૂકવા વિધાર્થીઓ અને લોકોએ ઉગ્ર માગ કરી છે.
મહીસાગરના ભાદરોડમાં રૂટ પર ઓછી બસ હોવાના કારણે હાલાકી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે બસમાં જગ્યા ન રહેતા ડ્રાઇવરો ઉભી ન રાખતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ સમસ્યાનું ઝડપથી નિરાકારણ આવે તેવી લોકોની માગ છે.
બીજી તરફ લોકોએ બસને રોકીને વિરોધ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તો ઓછી બસ અને મુસાફરો વધારે હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું. રૂટ પર પૂરતી એસટી બસ મૂકવા વિધાર્થીઓ અને લોકોએ ઉગ્ર માગ કરી છે. SS3SS