Western Times News

Gujarati News

ધો-૧૦માં નાપાસ વિદ્યાર્થીઓ સ્કૂલમાં લઈ શકશે પુનઃપ્રવેશ

(એજન્સી)અમદાવાદ, ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી ધોરણ ૧૦માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ મેળવી શક્તા નહીં અને તે ક્લાસિસ કે જાતે તૈયારી કરીને નાપાસ થયેલા વિષયોની પરીક્ષા આપતા હતા.

પરંતુ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪માં ફેરફાર કરાયો છે. હવે ધોરણ ૧૦માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે.

ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા બાદ વિદ્યાર્થી એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪માં ફેરફાર કરાયો. વિદ્યાર્થીએ ધોરણ ૧૦ની જે શાળામાંથી નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હશે તે જ શાળામાંથી પુનઃ પ્રવેશ મેળવવાનો રહેશે. અન્ય કોઈપણ શાળામાં વિદ્યાર્થી પુનઃ પ્રવેશ મેળવી શકશે નહીં

વિદ્યાર્થી જે વર્ષમાં નાપાસ થયો હોય તે પછીના તરત જ એક શૈક્ષણિક વર્ષ પૂરતું જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી મેળવીને શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ આપી શકાશે. પુનઃ પ્રવેશ આપેલ વિદ્યાર્થી માટે ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવાશે નહીં. પુનઃ પ્રવેશ આપેલા વિદ્યાર્થીઓના ધોરણ ૧૦ની જાહેર પરીક્ષાના આવેદન પત્ર રિપીટર વિદ્યાર્થી તરીકે જ ભરવાના રહેશે.

અગાઉ નિયમમાં બદલાવ કરીને શિક્ષણ વિભાગે ધોરણ ૧૦માં નાપાસ વિદ્યાર્થી ફરી સ્કૂલમાં પ્રવેશ ના લઈ શકે તેવો ર્નિણય કર્યો હતો, જેમાં શાળા સંચાલક મહામંડળની રજૂઆત બાદ ર્નિણયમાં ફેરફાર કરાયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.