પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને કરાયા આજીવન સસ્પેન્ડ
જામનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરવી ત્રણ વિદ્યાર્થીઓને ભારે પડી છે. યુનિવર્સિટી દ્વારા નિમાયેલી કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી કરતા, ત્રણેય વિદ્યાર્થીઓને આજીવન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજાેમાં આજીવન પરીક્ષા નહીં આપી શકે.
સમગ્ર ઘટના એવી હતી કે જામનગરના સ્વામિનારાયણ ગુરૂકુળમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા ત્રણ વિદ્યાર્થીઓ રંગેહાથ ઝડપાયા હતા. જાેકે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જે બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી.
તપાસમાં સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજની બેદરકારી સામે આવી હતી અને કોલેજનું કોમર્સ કોલેજની માન્યતા રદ કરી દેવાઇ હતી. આમ હવે સમગ્ર કેસમાં સત્તાધીશોએ દોષિતો સામે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કોપી કેસ મામલે પણ અન્ય ૫૬થી વધુ વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે.
ગઈકાલની ઈડીએસીની બેઠકમાં ૫૯માંથી ૫૫ વિદ્યાર્થીઓને ૧ ૧ સેમેસ્ટરની સજા, ૩ વિદ્યાર્થીઓને ૧ ૪ અને અને ૧ વિદ્યાર્થિનીને ૧ ૬ સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.વાસ્તવમાં મ્છના સેમેસ્ટર ૨ની પરીક્ષા ચાલી રહી હતી, જે અંતર્ગત પેપર પૂર્ણ થયા બાદ ઉત્તરવહીની ગણતરી કરતી વખતે એક ઉત્તરવહી ઘટી હતી. જેને લઈ તપાસમાં સામે આવ્યું હતું કે એક વિદ્યાર્થિની ઉત્તરવહીને પોતાના ઘરે લઈ છે.