Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓને હવે આધાર જેવું અપાર આઈડી આપવામાં આવશે

નવી દિલ્હી, ‘વન નેશન, વન સ્ટુડન્ટ’ હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ (૧૨ અંકનું આઈડી) હશે, જે તેને કિન્ડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂપ થશે.

આ આઈડી જે આધારની જેમ કામ કરશે તેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (અપાર) નામ આપવામાં આવ્યું છે. આ યોજના શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ થી લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા ૪.૫૦ કરોડ વિદ્યાર્થીઓમાંથી ૨.૫૦ કરોડને અપાર આઈડી આપી દીધી છે. બાકીના વિદ્યાર્થીઓ માટે અપારનું કામકાજ ચાલુ છે.

શાળાના વિદ્યાર્થીઓ માટે યુનિક આઈડી બનાવવા માટે રાજ્યોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એકવાર આ યોજના લાગુ થયા પછી, વિદ્યાર્થીઓ દેશમાં ગમે ત્યાં જઈ શકશે અને શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકશે.

હાલમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ અને અન્ય ગૂંચવણોના કારણે આ પ્રક્રિયા (માઇગ્રેશન)માં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વિદ્યાર્થીના બાલ વાટિકામાં પ્રવેશ મેળવતા જ તેની અપાર આઈડી બની જશે. જેમાં વિદ્યાર્થી અને વાલીઓનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો અને આધાર નંબર નાખવામાં આવશે.

આ આઈડી તેના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપયોગી થશે. વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાઓ, જેઈઈ, એનઈઈટી, સીયુઈટી અને અન્ય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી ફોર્મમાં આ આઈડી અપલોડ કરવાની રહેશે.
આ આઈડી ને ડીજી લોકર અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ, ડિગ્રી, પ્રમાણપત્ર, કૌશલ્ય અથવા અન્ય કોઈ સિદ્ધિ પૂર્ણ કરે છે, ત્યારે તેના પ્રમાણપત્રો તેમાં ઉમેરવામાં આવશે.

આ સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો અલગથી તપાસવાની જરૂર રહેશે નહીં. અભ્યાસ બાદ કેમ્પસ પ્લેસમેન્ટ અને જાેબમાં પણ આ યુનિક આઈડી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.