સ્ટડી વિઝાની સફળતાનો દર ૯૦ ટકાથી ઉપર
નવી દિલ્હી, હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. તેમ છતાં વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર એ છે કે કેનેડાએ સ્ટડી વિઝા આપવાનું ચાલું રાખ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓમાં હાયર એજ્યુકેશન માટે કેનેડા હોટ ફેવરિટ દેશ છે અને જ્યારે બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો ત્યારે તેમની ચિંતાઓ વધી ગઈ હતી કે હવે શું થશે. ભારતે તો કેનેડાના નાગરિકો માટે વિઝા આપવાનું બંધ કરી દીધું છે. પરંતુ કેનેડાએ સ્ટુન્ટ વિઝા આપવાનું ચાલું રાખ્યું છે. જે વિદ્યાર્થીઓ હાલમાં કેનેડા અભ્યાસ કરવા જવા ઈચ્છે છે તેમની પાસે વિઝા મેળવવા માટેની ઉત્તમ તક છે.
જાે તેમનો સ્કોર જરૂરી સ્કોરની નજીક હોય તો તેમને પણ વિઝા આપવામાં આવી શકે છે. આવું એટલા માટે કહી શકાય છે કેમ કે વિઝા અરજીઓનો સફળતા દર સતત ઊંચો રહ્યો છે. તે ૮૫ ટકાથી ૯૫ ટકા સુધીનો છે. દેશની આવકારદાયક ઈમિગ્રેશન નીતિઓ હજી પણ આવી છે અને આ નીતિઓ ઘણા લોકો માટે કેનેડિયન સપનાનો માર્ગ વાસ્તવિકતા બનાવે છે.
આ પડકારજનક સમયમાં ઉભરી રહેલી સફળતાની ગાથાઓ એ માન્યતાના પુરાવા તરીકે ઉભી છે કે ઘણી બધી પ્રતિકૂળતાઓ સાથે પણ સપના સાચા થઈ શકે છે. એક અથવા બે મોડ્યુલમાં પાંચ સહિત છ બેન્ડનો IELTS સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ એકંદરે ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ સાથે સ્ટડી વિઝા પણ મેળવી રહ્યા છે. PTE (પર્સન ટેસ્ટ ઓફ ઈંગ્લિશ) પરીક્ષામાં પણ જ્યાં ૬૦નો સ્કોર બેન્ચમાર્ક છે, ત્યાં ૫૭, ૫૮ અને ૫૯ના સ્કોર ધરાવતા અરજદારો પણ કેનેડાના વિઝા મેળવે છે.
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પછી પણ પંજાબમાં IELTS અને PTE સેન્ટર્સ ખાસ કરીને દોઆબા પ્રદેશમાં વિદ્યાર્થીઓના વિઝાની સફળતાનો દર ૯૦થી ૯૫ ટકા છે. ઘણા સેન્ટર્સનું કહેવું છે કે ગત મહિના કરતાં હાલમાં તેમના વિઝાના સફળતાનો દર ૧૮-૧૯ ટકા વધ્યો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. પંજાબમાં સૌથી મોટા IELTS સેન્ટર્સ અને ઓવરસીઝ કન્સલ્ટન્સીઓમાંના એક જાલંધરના જૈન ઓવરસીઝના સુમીત જૈને જણાવ્યું છે કે, અમે દર મહિને ૨૫૦થી ૩૦૦ સ્ટુડન્ટ વિઝા ફાઈલનું પ્રોસેસિંગ કરીએ છીએ અને ગત મહિને પણ અમે આવું જ કર્યું હતું.
ગત મહિને અમારા વિઝાનો સફળતા દર ૯૦થી ૯૨ ટકા રહ્યો હતો અને મોટા ભાગની ફાઈલ બંને દેશો વચ્ચે ઊભા થયેલા અણબનાવ બાદ જ પ્રોસેસિંગ થઈ હતી. તેમની કન્સલ્ટન્સીને તાજેતરમાં એક જ દિવસમાં ૨૦૫ વિઝા મળ્યા હતા જેની અરજી ૧૦ ઓગસ્ટ પછી અને સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, બંને દેશો વચ્ચેનું આ સારું વર્તન છે કે તેમણે વિવાદની અસર વિદ્યાર્થીઓ પર થવા દીધી નથી અને આ જ કારણે વિઝાના સફળતાનો દર આટલો ઊંચો છે. જાેકે, બંને દેશોના તણાવભર્યા સંબંધના કારણે NRIની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ વર્ષે કેનેડાથી ઈન્ડિયા આવવાનો પ્લાન બનાવનારા ઘણા NRIs હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઈન્ડિયાએ કેનેડિયન્સને વિઝા ઈશ્યૂ કરવાનું જ હાલમાં બંધ કરી દીધું હોવાથી મહિનાઓ પહેલા જ ટિકિટ બુક કરાવનારા ઘણા NRIને હવે પોતે ઈન્ડિયા જઈ શકશે કે કેમ તે સવાલ થઈ રહ્યો છે.
એટલું જ નહીં, મોટાભાગના લોકોએ એડવાન્સમાં જે એર ટિકિટ બુક કરાવી દીધી છે તે પણ નોન-રિફન્ડેબલ હોવાથી તેમનો ખર્ચો માથે પડે તેવી પણ પૂરી શક્યતા છે. મુંબઈ સ્થિત એક ટ્રાવેલ એજન્ટનું માનીએ તો ટોરેન્ટો-દિલ્હીની ટુ-વે ટિકિટ જાે એડવાન્સમાં બુક કરાવી લેવાય તો તે એકાદ લાખ રૂપિયામાં મળી જાય છે. પરંતુ, જાે ટિકિટ ખરીદનારા પાસે વિઝા નહીં હોય તો તે નિશ્ચિત તારીખના રોજ ટ્રાવેલ નહીં કરી શકે, અને તેને પોતે ટિકિટ માટે ખર્ચેલા રૂપિયા ગુમાવવા પડશે.
તેમાંય જે લોકોએ વાયા યુરોપ કે પછી મિડલ ઈસ્ટ થઈને આવતી કનેક્ટિંગ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી છે તેમને સૌથી વધુ સમસ્યા થશે, કારણકે તેમાં રિફંડ મળવાની શક્યતા ના બરાબર છે. હાલ ચાલી રહેલો વિઝાનો ઈશ્યૂ જાે સોલ્વ ના થાય તો એડવાન્સમાં ટિકિટ બુક કરાવનારા હજારો દ્ગઇૈંજને નુક્સાન ભોગવવું પડશે.
કેનેડા માટે ઈન્ડિયા ચોથું સૌથી મોટું એર ટ્રાવેલ માર્કેટ છે, અને દર વર્ષે મોટી સંખ્યામાં કેનેડાથી દ્ગઇૈંજ ઈન્ડિયા આવે છે અને તેમાંય શિયાળો તો દ્ગઇૈંજના આવવાની સીઝન તરીકે જ ઓળખાય છે. જાેકે, આ શિયાળામાં કેનેડામાં વસતા અનેક દ્ગઇૈંજને ઈન્ડિયા આવવાનું માંડી વાળવું પડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.SS1MS