વિદેશ જઇને અભ્યાસ કરવો બન્યું મુશ્કેલ, બદલાયા વિઝાના નિયમ
નવી દિલ્હી, વિદેશ જઇને અભ્યાસ કરવાનું સપનું જોઇ રહેલા ભારતીયો વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ વધી રહી છે. બ્રિટન અને કેનેડાની યૂનિવર્સિટીમાં એડમિશન માટે નિયમો બદલાયા બાદ વિદ્યાર્થીને એકવાર પુનર્વિચાર જરૂર કરવું જોઇએ.
જોકે કેનેડાઇ સરકારે ડિસેમ્બર ૨૦૨૩ માં ‘ઇન્ટનેશન સ્ટૂડેન્ટ્સની સારી સુરક્ષા માટે’ રિવાઇઝ્ડ રિક્વાયરમેન્ટ જાહેર કરી હતી. સૌથી મહત્વપૂર્ણ હતું ગેરેન્ટેડ રોકાણ પ્રમાણપત્ર રકમને ૧૦,૦૦૦ કેનેડિયન ડોલર, જોકે ૬.૧૫ લાખ ભારતીય રૂપિયા બરાબર છે, તેને વધારીને બમણી ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર એટલે કે ૧૨.૭ લાખ રૂપિયાની આસપાસ કરી દીધી છે. જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ ધીમે ધીમે જીઆઇસી એમાઉન્ટમાં વાર્ષિક ૧૦% નો વધારો કર્યો છે.
જર્મન ફેડરલ ફોરેન ઓફિસના અનુસાર મે ૨૦૨૩ સુધી, જર્મન સ્ટડી વિઝા માટે અરજી કરતી વખતે ૧૧,૨૦૮ યૂરોની ન્યૂતમ રકમ જરૂરી છે. ભારતમાં અમેરિકી દૂતાવાસ અનુસાર એફ, એમ અને જે વિઝા અરજદારોને પ્રોફાઇલ ક્રિએશન અને વિઝા શેડ્યૂલિંગ માટે પોતાના સાચી પાસપોર્ટ જાણકારીનો ઉપયોગ કરવો પડશે, આમ કરવામાં નિષ્ફળ રહેતા વિઝા કેન્દ્રો પર એપોઇમેન્ટ રદ કરવામાં આવશે.
કેનેડાઃ સ્વીકૃતિની છેતરપિંડીનો સામનો કરવા માટે, ડેઝિગ્નેટેડ લ‹નગ ઈન્સિટ્યૂટ્સ એ દરેક અરજદારના સ્વીકૃતિ પત્રને સીધા ૈંઇઝ્રઝ્ર સાથે ચકાસવાની જરૂર પડશે. આ પ્રક્રિયાનો હેતુ વિદ્યાર્થીઓનું રક્ષણ કરવાનો છે, અને એ સુનિશ્ચિત કરવાનો છે કે જેઓ સાચા અક્ષરો ધરાવતા હોય તેમને જ અભ્યાસ પરમિટ મળે. કેનેડા પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટના માપદંડો પર પણ ધ્યાન આપશે. વધુમાં, ૧ જાન્યુઆરી, ૨૦૨૪ થી શરૂ કરીને, વિદ્યાર્થીઓ માટે જીવન જરૂરિયાતોની લઘુત્તમ કિંમત ૧૦,૦૦૦ થી વધીને ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર થઈ છે.
યુકેઃ યુકેના વિઝા અને ઇમિગ્રેશન વિભાગે ફીના સુધારા સહિત સૌથી મહત્વપૂર્ણ ફેરફારો રજૂ કર્યા છે. યુકે વિઝા ફી ૩૬૩ પાઉન્ડ થી વધીને ૪૯૦ પાઉન્ડ થઈ છે, જે ૩૫% નો વધારો છે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પણ ૨૬૪ પાઉન્ડથી વધારીને ૧,૦૩૫ પાઉન્ડ કરવામાં આવ્યો છે.
યુકેએ એ પણ જાહેરાત કરી છે કે ૨૦૨૪ થી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન આશ્રિત પરિવારને તેમની સાથે લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયાએ ગ્રેજ્યુએટ વિઝા માટે સ્કોર ૬.૦ થી ૬.૫ અને સ્ટુડન્ટ વિઝા માટે ૫.૫ થી વધારીને ૬.૦ કર્યો છે. જો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાબિતી બતાવી શકે કે તેઓ વિઝા માટે પાત્ર છે, તો તેઓ ૨૪,૫૦૫ ડોલર બચાવશે. સરકારના જણાવ્યા અનુસાર, ચકાસાયેલ કૌશલ્યની અછત ધરાવતા વિસ્તારોમાં પસંદગીની ડિગ્રી ધરાવતા આંતરરાષ્ટ્રીય સ્નાતકો માટે અભ્યાસ પછીના કામના અધિકારો બે વર્ષના વિસ્તરણ સાથે ઉપલબ્ધ છે.
ફ્રાંસઃ ફ્રાંસે માસ્ટર ડિગ્રી ગેજ્યુએટ માટે પોતાના પોસ્ટ સ્ટડી વર્ક વિઝાને પાંચ વર્ષ માટે વધારી દીધા છે. આ ઉપરાંત જે લોકોએ માસ્ટરના અભ્યાસ માટે ફ્રાંસમાં એક સેમિસ્ટર વિતાવ્યું છે, તે હવે નોકરીની તકો શોધવા માટે પાંચ વર્ષના શોર્ટ સ્ટે શેંગેન વિઝાનો લાભ લઇ શકે છે.SS1MS