Western Times News

Gujarati News

સુભાષ ઘાઈએ મહાકુંભની સફર પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી

મુંબઈ, હાલ અખબારો, ટીવી અને સોશિયલ મીડિયા પર મહાકુંભના સમાચાર, ઘટનાઓ અને વીડિયો છવાયેલા રહે છે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળા પર જાણીતા ફિલ્મ ડિરેક્ટર શોમેન સુભાષ ઘાઈ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં સદ્દગુરુની પણ મહત્વની ભૂમિકા છે.

આ ફિલ્મમાં સદ્દગુરુએ પણ મહત્વની ભુમિકા ભજવી છે. તેમાં મહાકુંભની ઊંડી અને રસપ્રદ માહિતિ આપવામાં આવી છે, જે હિન્દુત્વની સૌથી મોટી અને પૌરાણિક આધ્યાત્મિક ઘટના છે. તેમાં શ્રદ્ધાળુઓ, વિજ્ઞાન સાથે જોડાયેલાં લોકો અને ધાર્મિક પ્રતિનિધિઓએ કુંભમેળાની આદ્યાત્મિક સફરની વાત કરી છે.

સદ્દગુરુની જ્ઞાનસભર વાતો અને કુંભના રસપ્રદ દૃશ્યોથી આ ડોક્યુમેન્ટરીમાં બ્રહ્માંડ અને આધ્યાત્મ તેમજ પવિત્રતાના જોડાણથી લાખો શ્રદ્ધાળુઓ કઈ રીતે જોડાય છે, તે દર્શાવાયું છે. તેમાં એ પણ દર્શાવાયું છે કે આજે પણ પૌરાણિક પરંપરાઓ કઈ રીતે પ્રસ્તુત છે અને આધુનિક વિચારધારા સાથે આધ્યાત્મિકતાને કઈ રીતે જોડે છે.

આ ફિલ્મ અંગે સુભાષ ઘાઈએ કહ્યું,“આ ડોક્યુમેન્ટરી દ્વારા હું વિજ્ઞાન અને ધાર્મિકતા વચ્ચેના કલ્પનાતિત સંબંધને લોકોના ધ્યાનમાં લાવવા માગતો હતો અને મારે દર્શાવવું હતું કે આ પવિત્ર ઘટના માત્ર આસ્થાની ઉજવણી નથી પરંતુ સાંસ્કૃતિક અને બ્રહ્માંડીય વારસાને પણ દર્શાવે છે.”આ ડોક્યુમેન્ટરી માત્ર જોવામાં જ મજાની છે એવું નથી, પરંતુ તે દર્શકોને ધાર્મિક સમજ અને વૈજ્ઞૈનિક તર્ક સાથે પણ જોડે છે.

સુભાષ ઘાઈએ દર્શકોને મહાકુંભના રીત-રિવાજો પણ દર્શાવ્યા છે, જે દર્શકોને તેનું વૈશ્વિક મહત્વ સમજવા મદદ કરે છે. આ ફિલ્મ સ્પષ્ટ કરે છે કે હિન્દુ ધર્મ બ્રહ્માંડના રહસ્યોથી પર છે.૬ મિનિટથી લાંબી આ ડોક્યુમેન્ટરી સુભાષ ઘાઈની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.