સુભાષ ઘાઈએ કરિયર બગાડી નાખ્યુ: મહિમા ચૌધરીનો આરોપ
આ સમયે ૪ બોલિવૂડ સેલેબ્રિટીએ સપોર્ટ કર્યો: મહિમા
મુંબઈ, બોલિવૂડની પહેલી જ ફિલ્મથી લોકોના મન પર રાજ કરનારી અભિનેત્રી મહિમા ચૌધરી એ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ મેકર સુભાષ ઘાઇ પર સંગીન આરોપ મૂકી એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. મહિમાનો આરોપ છે કે સુભાષ ગાઇએ તેને બુલી કરી તેના કેરિયરને મોટું નુક્શાન પહોંચાડવા માટે પૂરજોશથી પ્રયાસ કર્યો છે. મોટી વાત તો એ છે કે સુભાષ ગાઇની ફિલ્મથી મહિમા ચૌધરીએ બોલિવૂડમાં પગ મૂક્યો હતો.
મહિમાએ જણાવ્યું કે આ મુશ્કેલીના સમયે ઇન્ડસ્ટ્રીમાંથી ખાલી જૂજ લોકો તેમની સાથે ઊભા હતા. જેમાંથી એક હતો સલમાન ખાન અને બીજો હતો સંજય દત્ત મહિમા ચૌધરીએ ૧૯૯૭માં સુભાષ ઘાઇની સાથે ફિલ્મ પરદેશથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.
આ ફિલ્મને સુભાષ ઘાઇએ બનાવી હતી. ત્યારે બોલિવૂડ હંગામાથી વાતચીતમાં મહિમા ચૌધરી કહ્યું કે “મને મિસ્ટર સુભાષ ઘાઇએ બુલી કરી હતી. તે મને કોર્ટ સુધી લઇ ગયા હતા અને તેમણે મારો પહેલો શો પણ કેન્સલ કરવા ઇચ્છા હતા. તે સમય ખૂબ જ તણાવપૂર્ણ હતો.
તમામ પ્રોડ્યૂસરને તેમણે મેસેજ મોકલ્યો હતો કે મારી સાથે કોઇએ કામ ન કરવું જોઇએ.” તેણે કહ્યું કે જો તમે ૧૯૯૮ અને ૧૯૯૯માં કોઇ પણ ઇશ્યૂ લઇને દેખશો તો એડમાં આપ્યું છે કે જો કોઇને મારી સાથે કામ કરવું હોય તો પહેલા તેમનાથી કોન્ટેક્ટ કરે નહીં તો તે કોન્ટ્રાક્ટનું ઉલ્લંધન કહેવાશે. પણ મેં તેવો કોઇ કોન્ટ્રાક્ટ સાઇન નથી કર્યો. જેમાં લખ્યું હોય કે મારે તેમની પરવાનગી લેવાની હોય. મહિમાએ કહ્યું કે આ સમયે ચાર બોલિવૂડ સેલેબ્રિટીએ મને સપોર્ટ કરી હતી. સલમાન ખાન, સંજય દત્ત, ડેવિડ ધવન અને રાજકુમાર સંતોષી. આ ચારેય મારી સાથે ઊભા હતા. ડેવિડ ધવને મને કહ્યું હતું કે તું તેને બુલી મત થવા દે, મજબૂત રહે. આ સિવાય મને કોઇનો કોલ પણ નહતો આવ્યો.SSS