સુભાષ ઘાઇએ જોગેશ્વરીના પોતાના બે ફ્લેટ ૧૧.૬૧ કરોડ રૂપિયામાં વેચ્યા

મુંબઈ, બુલીવુડનો જાણીતો ફિલ્મ નિર્માતા આ વરસે પ્રોપર્ટીમાં લે-વેચ કરવાથી ચર્ચામાં છે. તેણે હાલમાં જ જોગેશ્વરીના તેના બે એપાર્ટમેટ ૧૧. ૬૧ કરોડ રૂપિયામાં વેંચી નાખ્યા છે. તેની આ સંપત્તિઓ મુક્તા ટેલી આર્ટસ પ્રાઇવેટ લિમિટેડના નામ પર વેંચવામાં આવી છે.
આ બન્ને એપાર્ટમેન્ટની પ્રત્યેક કિંમત ૫. ૮૦ કરોડ રૂપિયા છે. જે ૮૮૯ અને ૧૦૬૭ સ્કે. ફૂટ એરિયા ધરાવે છે. જેના દરેક યુનિટ દીઠ ૩૪.૮૩ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયૂટી અને ૩૦૦૦૦ રૂપિયા ફ્લેટ દીઠ રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા છે.
સુભાષ ઘાઇએ આ પહેલા આ જ વરસમાં જાન્યુઆરીમાં તેના અને તેની પત્નીના સંયુક્ત નામના અંધેરીના એપાર્ટમેન્ટને ૧૨. ૮૫ કરોડમાં વેંચ્યો હતો. જે તેણે ૨૦૧૬માં ૮.૭૨ કરોડ રૂપિયામાં લીધો હતો. આ ફલેટના વેંચાણથી તેમણે ૪૭ ટકાનો નફો મેળવ્યો હતો તેમજ ફેબુÙઆરીમાં સુભાષ અને તેની પત્ની મુક્તા ઘાઇએ બાંદારમાં ૨૪ કરોડ રૂપિયાનો એક વિશાળ ૪ બેડરૂમ, હોલ કિચનનો ફ્લેટ ખરીદ્યો હતો. જેમાં ત્રણ પાર્કિંગની સુવિધા પણ છે.
આ ફલેટ માટે ૧.૪૪ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી સામેલ હતી. હાલ બોલીવૂડની સેલિબ્રિટીઓ પ્રોપર્ટીમાં લે-વેચ કરવાથી ચર્ચામાં છે. હાલ ગૌરી ખાને, અક્ષયકુમારે પોતાના ફ્લેટ વેચ્યાના સમાચાર હતા.SS1MS