Western Times News

Gujarati News

ઘૂંટણમાં ઇજાથી પીડાતા દર્દીની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળતાપૂર્વક આર્થ્રોસ્કોપિક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે.

તાજેતરના કેસની વાત કરીયે તો એક 33 વર્ષીય વ્યક્તિ પોતાના  બાઇક પરથી લપસી ગયા હતા અને તેમના જમણા ઘૂંટણમાં ઇજા થઈ. આ કારણથી તેમને પગમાં અસહ્ય પીડા અને અસ્થિરતા સર્જાઈ. છતાં પણ તેઓ ચાલી શકતા હતાં પણ સહેજ લંગડાતા હતા. તેથી ચિંતિત થઈને તેઓ ટ્રોમા અને આર્થ્રોસ્કોપીના નિષ્ણાત ડૉ. હાર્દિક ધમસાણિયા પાસે સારવાર અર્થે ગયા.

ડૉ. હાર્દિક ધમસાણિયા (કન્સલ્ટન્ટ, આર્થોસ્કોપી, આર્થ્રોપ્લાસ્ટી અને ટ્રોમા સર્જન. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, “દર્દીના એક્સ-રેમાં કોઈ પ્રકારની સમસ્યા જણાઈ નહિ પરંતુ એમઆરઆઈ કરતાં માલૂમ થયું કે તેમના એસીએલમાં કોમ્પલેટ ટીયર છે અને તેમના મેડિઅલ મેનિસ્કસમાં સર્વર (ગંભીર) ટીયર છે., જેમાં બકેટ હેન્ડલ અને રેડિયલ ટીયર હતી. અમે તેમને એસીએલ ઠીક કરવા અને ઇનસાઇડ-આઉટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેનિસ્કસને સુધારવા માટે આર્થ્રોસ્કોપિક સર્જરીની ભલામણ કરી.”

સર્જરી યોગ્ય રીતે થઇ અને દર્દીના એસીએલનું સફળતાપૂર્વક પુનઃનિર્માણ કરવામાં આવ્યું, અને તેમના મેનિસ્કસ રિપેર કરવામાં આવ્યા. સર્જરી બાદ, દર્દીએ રિહેબિલિટેશન પ્રોગ્રામને પણ અનુસર્યો, જેમાં તેમના ઘૂંટણમાં સ્ટ્રેન્થ અને મોબિલિટી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા માટેની ફિઝિકલ થેરાપી પણ સમાવિષ્ટ હતી.

ઉલ્લેખનીય છે કે દર્દી એક મહિનાની અંદર, ઘૂંટણની સ્થિરતા અને કાર્યમાં સુધારા સાથે તેમની સામાન્ય પ્રવૃત્તિઓમાં પરત ફર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.