Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં “૩૩ માં માર્ગ સલામતી સપ્તાહ” ની સફળ ઉજવણી

(માહિતી) રાજપીપલા, “૩૩ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ” ની સાતમાં દિવસની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લાના સાગબારા ઘનશેરા ચેકપોસ્ટ ખાતે “વીરો” નું આવશ્યક સુરક્ષા કવચ એટલે હેલ્મેટ” ની થીમ સાથે વાહનચાલકોને જાગૃત કરવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

ટ્રાફિક-પોલીસના જવાનો દ્વારા સાગબારા ખાતે યોજાયેલી સ્પેશિયલ ડ્રાઈવમાં વાહનચાલકોને હેલ્મેટના મહત્વ વિષે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સ્પેશિયલ ડ્રાઈવમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકોને સમજણ પુરી પાડવામાં આવી કે, “વીરો” નું આવશ્યક સુરક્ષા કવચ એટલે હેલ્મેટ જે પોતાની સાથે પરિવારના રક્ષણ માટે અતિઆવશ્યક છે.

મોટા ભાગે અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિનું પરિવાર અંધકારમાં મુકાઈ જાય છે. જેને ધ્યાને લેતા પણ ટ્રાફિક-પોલીસે લોકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરીને પોતાની સાથે પોતાના પરિવારના ભવિષ્યની રક્ષા કરવા અંગે અપીલ કરી હતી. વધુમાં ટ્રાફિક-પોલીસના જવાનો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહનચાલકોને ગુલાબનું ફુલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અને પોલીસ અધિક્ષકની કચેરી, રાજપીપલા દ્વારા સતત છ દિવસથી રોડસેફ્ટી અભિયાન અંતર્ગત “ટૂંકો રસ્તો, ટૂંકુ જીવન”, “ઓવરટેક માત્ર જમણી બાજુથી જ કરવું”, “એક ઝોકો અકસ્માતને મોકો”, “સીટબેલ્ટ આપને પરિવાર સાથે જાેડીને રાખે છે” જેવા સૂત્રો સાથે જિલ્લાવાસીઓને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

આજે સાતમાં દિવસે યોજાયેલી સ્પેશિયલ ડ્રાઈવ લોકોને હેલ્મેટના મહત્વ વિષે જાગૃત કરાવવા માટે હતી. આ પ્રસંગે સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી પી.વી.પાટીલ, જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી એમ.બી.ચૌહાણ તથા સ્ટાફના કર્મચારી દ્વારા રોડ સેફ્ટી અભિયાનને પ્રજાજનો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.