3 વર્ષની બાળકીના શરીરમાં રહેલ 20 સે.મી.ના રેનલ માસની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળ સર્જરી
વોકહાર્ટ હોસ્પિટલ્સ હંમેશાથી જ દર્દીની ગંભીર સમસ્યાને ઉકેલવામાં અને તેમને સ્વસ્થ જીવશૈલી પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે. તાજેતરમાં જ એક માનવામાં ના આવે તેવો કેસ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યો હતો અને વોકહાર્ટ હોસ્પિટલ્સના અનુભવી ડોક્ટર્સની ટીમ એ ખૂબ જ તકેદારી પૂર્વક તે કેસની સર્જરી કરી. એક 3 વર્ષની બાળકીનું નોંધપાત્ર રીતે વજન હતું
અને ઘણાં જનરલ પ્રેક્ટિસનરીઝ ડૉક્ટર્સનો પરામર્શ કરવાં છતાં પણ તેણીની હાલતમાં કોઈ સુધારો જાણતો ન હતો. ત્યારબાદ તે બાળકીના પરિવારજનો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા અને બાળકીને ડૉ. નયન ટીંબડીયા (કન્સલ્ટન્ટ- યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ)ની દેખરેખ હેઠળ રાખવામાં આવી.
ડૉ. નયન ટીંબડીયા (કન્સલ્ટન્ટ- યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ)એ જણાવ્યું હતું કે, “અમે બાળકીની અલ્ટ્રાસોનોગ્રાફી (USG) કરી જેમાં 20 સે.મી.ના ડાબા રેનલ માસ હોવાનું જાણવા મળ્યું.
ત્યારબાદ સીટી સ્કેન દ્વારા એ માલૂમ થયું કે બાળકીને જીવલેણ ટ્યુમર છે. આ દર્દીની રેડિકલ નેફ્રેક્ટોમી કરવામાં આવી હતી, જે દરમિયાન 700 ગ્રામની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી.ઉલ્લેખનીય રીતે, બાળકીને સર્જરી પછીના 48 કલાકની અંદર રજા આપવામાં આવી હતી, બંધ કરવા માટે નોન- કટેબલ ટાંકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”
આ કેસ પ્રારંભિક નિદાન સ્ક્રીનીંગના મહત્વને રેખાંકિત કરે છે, અને એવી સલાહ આપવામાં આવે છે કે દરેક માતા-પિતાએ તેમના બાળકની 1-2 વર્ષની ઉંમર સુધીમાં અલ્ટ્રાસોનોગ્રાફી (USG) કરાવવી જોઈએ જેથી સંભવિત અસાધારણતાની વહેલી શોધ અને સારવાર સુનિશ્ચિત કરી શકાય.