ગેસોલીનથી ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ: 70 ના મોત
નાઈજીરીયામાં ભીષણ અગ્નિકાંડ: ૭૦ લોકોના મોત
નાઈજીરીયા દેશમાં એક મોટી આગનો બનાવ બન્યો છે. જેમાં ગેસોલીનથી ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં જોરદાર આગ લાગી હતી, જેમાં ૭૦ લોકોના કરૂણ મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આગની પુષ્ટિ કરી છે.
તેમણે જણાવ્યું કે આ અકસ્માત ઈંધણ ટ્રાન્સફર દરમિયાન થયો હતો. નોર્થ-સેન્ટરમાં શનિવારે સવારે નાઈજર રાજ્યના સુલેજા વિસ્તાર પાસે એક ટેન્કરમાં લાગેલી આગને જોઈને લોકોમાં ડરનો માહોલ બન્યો છે.
કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ગેસોલીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી. જેના કારણે ગેસોલીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો જીવતા સળગી ગયા હતા. આગ નજીક ઉભેલા લોકોને પણ લપેટમાં લીધી હતી.