અરવલ્લીમાં એકાએક મકાન ધરાશાયી થયું

અરવલ્લી, માલપુરાના કનેરા ગામે મકાન ધરાશાયી થયુ હતુ. જેનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. વધુ પડતા વરસાદને કારણે માટીનું મકાન ધરાશાયી થયું હતુ. જેમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, માલપુરાના ગામે મકાન ધરાશાયી થયું હતુ.
આ દુર્ઘટના સમયે પરિવારના ૬ સભ્ચો ઘરમાં જ હતા. જર્જરિત મકાન પડવાની તૈયારીમાં હતો ત્યારે તેમણે અણસાર આવી ગયો હતો. જેથી તેઓ પોતાના બચાવ માટે પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો.
આ ગરીબ ખેત મજૂરનો આશરો છીનવાઇ જતા તંત્ર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે. વલસાડની સિંગર વૈશાલી બલસારાની કાર પારડીની પાર નદી કિનારે મળી આવી હતી. અને આ કારમાં સિંગર વૈશાલીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ત્યારે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વૈશાલીનું મોત કયા કારણોસર થયું છે? તે જાણવા તપાસનો ધમધમાટ સરું કર્યો છે. વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં રવિવારે બપોરે ૧ ફોન આવ્યો હતો. ફોનમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પારડીની પાર નદી કિનારે એક અજાણી કાર પડી છે. અને આ કારમાં કોઈ સ્ત્રીનો મૃતદેહ પડ્યો છે. પોલીસને મળેલી આ માહિતીને આધારે પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.SS1MS