સુધાંશુ પાંડે ૨૩ વર્ષે ફરી બૅન્ડ ઓફ બોય્ઝમાં
મુંબઈ, એક ડબ આર્ટિસ્ટ, મોડેલ અને ટેલિવિઝન એક્ટર તરીકે કામ કર્યા બાદ સુધાંશુ બૅન્ડ ઓપ બોય્ઝમાં જોડાયો હતો. ૨૦૦૧માં આ બૅન્ડ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુધાંશુ સાથે કરણ ઓબેરોય, સિદ્ધાર્થ હલદીપુર, શિરીન વર્ગીઝ અને ચિંટુ ભોંસલે હતા.
જોકે, ૨૦૦૫માં આર્થિક કારણોસર તેણે બૅન્ડનો સાથે છોડી દીધો. ત્યાર બાદ દરેકના જીવનમાં ઘણી ઉથલ પાથલ થઈ અને બૅન્ડ વિખેરાઈ ગયું. પરંતુ ૨૦૧૮માં પરીથી બૅન્ડને પુનર્જીવન મળ્યું. ૨૦૧૮માં કરણ, શિરીન અને ચિંચુ પરી મળ્યા, તેમની સાથે ડેની ફર્નાન્ડીઝ પણ જોડાયો.
પાછળથી સિદ્ધાર્થ પણ તેમની સાથે જોડાઈ ગયો. આ વર્ષની શરૂઆતમાં સુધાંશુએ એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યાે હતો, જેમાં તેની સાથે તેના બૅન્ડ મેમ્બર્સ પણ હતાં. બૅન્ડના ૨૩ વર્ષ પૂરાં થતાં તેમણે એક રીયુનિયન યોજ્યું હતું. હાલ તો સુધાંશુ ટીવી પર અનુપમા સિરીયલથી ઘર ઘરમાં જાણીતો થયો છે.
ત્યારે તેના બૅન્ડમાં જોડાવા પર તેણે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે.“અમે હવે આખરે બધાં જ ફરી મળી ગયા છીએ. હવે અમે બધાં જીવનમાં એવા પડાવ પર છીએ કે અમે કંઈ પણ કરીએ તો ચાલે એવું છે, તો અમે બૅન્ડ ફરી શરૂ કરવાનું વિચાર્યું છે અને હવે ઘણા ગીતો લઇને આવી રહ્યા છીએ.”
આ બૅન્ડની શરૂઆત બાબતે સુધાંશુએ જણાવ્યું હતું,“એ વખતે અમે બધાં ૨૦ વર્ષની આસપાસની ઉંમરના હતા અને એ વખતે અમે બધાં જ મુંબઈમાં અમારું સ્થાન બનાવવા પ્રયત્નો કરતા હતા. અમે બધાં અલગ અલગ નાના શહેરોનાં મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હતાં.
કરોડોની સંપતિનો ટેકો કરનારું અને કોઈ ગોડફાધર પણ ન હતું. ” સુધાંશુએ આગળ કહ્યું,“ત્યારે તમારે તમને જેવા અનુભવો મળે તેના આધારે જ જીવન જીવવાનું હોય છે. મને જીવને જ સૌથી વધુ શીખવ્યું છે. મારી કરિયરની શરૂઆત તો સારી થઈ, પણ હું કંઈ જ વિચાર્યા વિના બૅન્ડમાં જોડાવા કૂદી પડ્યો.
ત્યારે હું યુવાન હતો, બધી સમજ નહોતી” બૅન્ડ સાથે ફરી જોડાવા અંગે સુદ્ધાંશુએ કહ્યું,“બૅન્ડ સાથે ત્રણ સાડા ત્રણ કે ચાર વર્ષ રહ્યાં પછી મને આ વાત સમજાઈ કે મેં બૅન્ડના કારણે કેટલી બધી તકો ગુમાવી છે. એ પહલાં હું એક્ટિંગ કરતો હતો.” સુધાંશુએ ૨૦૦૦માં અક્ષય કુમાર સાથે ‘ખિલાડી ૪૨૦’માં કામ કરીને ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી.
આગળ સુધાંશુએ કહ્યું,“બોમ્બે જેવા શહેરમાં ટકી રહેવું સહેલું નહોતું અને મારે મારો ખર્ચાે પણ કાઢવાનો હતો. હું મારી ભુલોમાંથી શીખ્યો અને એ મારા માટે પાઠ સમાન બની રહી. જોકે, મને કોઈ બાબતનો પસ્તાવો નથી.”SS1MS