Western Times News

Gujarati News

સુધીરે પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો

બર્મિંઘમ, કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ રચ્યો. તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને આ કારનામું કર્યું. ભારત પાસે હવે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૬ ગોલ્ડ મેડલ આવ્યા છે. સુધારે ૨૧૨ કિલોગ્રામ વજન ઉચક્યું અને ગોલ્ડ પોતાના નામે કર્યો. પહેલીવાર ભારતે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. બીજી બાજુ મુરલીએ પણ વિશેષ ઉપલબ્ધિ મેળવતા લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે.

સુધીર ભારત માટે પેરા પાવરલિફ્ટિંગમાં સુવર્ણ જીતનારા પહેલા એથલિટ બન્યા છે. સુધીર કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનારા પહેલા ભારતીય છે. તેમણે પોતાના બીજા પ્રયત્નમાં ૨૧૨ કિલોગ્રામ વજન ઉઠાવીને રેકોર્ડ ૧૩૪.૫ અંક સાથે ગોલ્ડ જીત્યો જાે કે અંતિમ પ્રયત્નમાં ૨૧૭ કિલોગ્રામ વજન ઉઠાવવામાં તેઓ સફળ થયા નહીં.

નાઈજીરિયાના ઈકેચુકવું ક્રિસ્ટિયન ઉબિચુકવુંએ ૧૩૩.૬ અંક સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યુલેએ ૧૩૦.૯ અંક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ક્રિસ્ટિયને ૧૯૭ કિલોગ્રામ જ્યારે યુલેએ ૧૯૨ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.

લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે પણ ઈતિહાસ રચી નાખ્યો અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. અત્રે જણાવવાનું કે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની એથલેટિક્સ ઈવેન્ટમાં ભારતનો આ બીજાે મેડલ છે. આ અગાઉ તેજસ્વીન શંકરે હાઈ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

શ્રીશંકર ઉપરાંત મોહમ્મદ અનીસ યાહિયા પણ ફાઈનલમાં પહોંચ્યા હતા પરંતુ તેઓ ૭.૯૮ ના બેસ્ટ જમ્પ સાથે પાંચમા નંબરે રહ્યાં. જ્યારે મુરલીએ ૮.૦૮ મીટરની બેસ્ટ છલાંગ લગાવીને આ ઉપલબ્ધિ મેળવી.

બહામાસના લેકુઅન નેયરને આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો. તેણે પણ ૮.૦૮ મીટરની જ છલાંગ લગાવી હતી. જાે કે હવાની ગતિ તે વખતે -૦.૧ હતી જ્યારે મુરલી વખતે તે ૧.૫ હતી. આ સાથે જ લેકુઅલનો બીજાે બેસ્ટ અટેમ્પ શ્રીશંકરની સરખામણીમાં સારો હતો. આ જ કારણે સરખા અંક હોવા છતાં મુરલીને બીજું સ્થાન મળ્યું.

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
૧. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ ૫૫ કિલોગ્રામ)
૨. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ ૬૧ કિલોગ્રામ)
૩. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ ૪૯ કિલોગ્રામ)
૪. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ ૫૫ કિલોગ્રામ)
૫. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ ૬૭ કિલોગ્રામ)
૬. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ ૭૩ કિલોગ્રામ)
૭. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો ૪૮ કિલોગ્રામ)
૮. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો ૬૦ કિલોગ્રામ)
૯. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ ૭૧ કિલોગ્રામ)
૧૦. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
૧૧. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
૧૨. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ ૯૬ કિલોગ્રામ)
૧૩. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
૧૪. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ ૧૦૯ કિલોગ્રામ)
૧૫. સૌરવ ઘોષાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
૧૬. તુલિકા માન- સિલ્વર મેડલ (જૂડો)
૧૭. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ ૧૦૯ કિલોગ્રામ કેટેગરી)
૧૮. તેજસ્વીન શંકર- બ્રોન્ઝ મેડલ (હાઈજમ્પ)
૧૯. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ
૨૦. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં કુલ ૨૦ મેડલ મળ્યા છે જેમાંથી છ ગોલ્ડ, સાત સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ છે. ખાસ વાત એ છે કે તેમાંથી ૧૦ મેડલ તો વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. જ્યારે જૂડોમાં ૩ અને એથલેટિક્સમાં ૨ મેડલ આવ્યા છે.

આ સાથે જ લોન બોલ્સ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને સ્ક્વોશ તથા પેરા પાવરલિફ્ટિંગમાં પણ ભારતને મેડલ મળ્યા છે. મેડલ ટેલીમાં ૨૦ મેડલ સાથે ભારત સાતમા સ્થાને છે. પહેલા સ્થાને ૫૦ ગોલ્ડ, ૪૨ સિલ્વર, ૪૦ બ્રોન્ઝ સહિત કુલ ૧૩૨ મેડલ સાથે ઓસ્ટ્રેલિયા છે.

જ્યારે બીજા નંબરે ૪૨ ગોલ્ડ ૪૪ સિલ્વર અને ૩૨ બ્રોન્ઝ સહિત કુલ ૧૧૮ મેડલ સાથે ઈંગ્લેન્ડ છે. ૧૭ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૨ બ્રોન્ઝ સહિત કુલ ૫૯ મેડલ સાથે કેનેડા ત્રીજા સ્થાને છે. ૧૬ ગોલ્ડ સાથે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.