મારા પિતાને જીવનું જોખમ હતું. વ્યાજખોરોના ત્રાસથી આખરે પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો

વડાલીમાં સામૂહિક આપઘાત મામલે બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ-પહેલા કૂવા પર આપઘાત કરવાનો હતો: દીકરીનો વીડિયો વાઈરલ થયો હતો
તલોદ, સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આપઘાત મામલે પરિવારની જીવિત દીકરીનો વીડિયો વાયરલ થયો છે જેમાં દીકરી જણાવી રહી છે કે, મારા પિતાને કેટલાક લોકો મારવાના હતા તેમજ કેવી રીતે આપઘાત કર્યો તે અંગે ખુલાસો કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડાલી પોલીસે બે વ્યાજખોરો સામે પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધી છે.
સાબરકાંઠામાં વડાલીમાં આપઘાત કરનાર દીકરીનો વીડિયો સામે આવ્યો છે જેમાં પરિવારમાં એકમાત્ર જીવિત દીકરી વીડીયોમાં આપઘાત અંગે જણાવી રહી છે, કેટલાક લોકો મારા પિતાને મારવાના હતા.
મારા પિતાને જીવનું જોખમ હતું. વ્યાજખોરોના ત્રાસથી આખરે પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો હતો તેમ દીકરીએ વાત કરી છે. આપઘાત વિશે વધુ જણાવતા કહે છે કે, પહેલા કુવા પર આપઘાતનો પ્લાન કર્યો હતો પછી આખરે ઘરે જ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો.
વડાલીમાં આપઘાતને પગલે જીલ્લામાં તેના ઘેરા પડઘા પડ્યા છે. સગર પરિવારના પાંચ પૈકી ચાર સભ્યોના મોત થઈ ચુક્યા છે. બે વ્યાજખોરો સામે વડાલી પોલીસે આખરે પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધી છે. પાંચ સભ્યોના પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ ચુકયા છે. બચી ગયેલી એક દીકરી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
જયારે મળતી માહિતી મુજબ અંકિત નારાયણ પટેલ (રહે. વડગામડા, તા.વડાલી, જી.સાબરકાંઠા), ભદ્રરાજસિંહ ચૌહાણ (રહે. હાથરવા, તા. વડાલી, જી. સાબરકાંઠા) સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જયારે સગર પરિવારના પતિ-પÂત્નના મોત બાદ ૩ બાળકો સારવાર હેઠળ હતા જેમાં ર બાળકોના મોત નીપજતાં પરિવાર આઘાતમાં છે.