સુકેશની ૨૬ લક્ઝરી કારની થશે હરાજી, દિલ્હી હાઈકોર્ટે કર્યો રસ્તો
નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે ૨૦૦ કરોડની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના પાલોઝાની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે સુકેશની મોંઘી લક્ઝરી કારની હરાજી કરવા માટે ઈડીને પરવાનગી આપતા નીચલી કોર્ટના આદેશને જાળવી રાખતા કારની હરાજી કરવાની મંજૂરી આપી છે.
આ તમામ ૨૬ લક્ઝુરિયસ કાર સુકેશે ગુનાની કમાણીથી ખરીદી હતી. કોર્ટે ટીપ્પણી કરી હતી કે આ વાહનો ચોક્કસ સમય પછી તૂટી જશે. તેથી, હવે તેમની હરાજી કરવી વધુ સારું રહેશે.
દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે કહ્યું કે જો વાહનને લાંબા સમય સુધી કન્ટેનર વેરહાઉસમાં રાખવામાં આવે તો તેને નુકસાન થવાનું જોખમ રહેલું છે. જો કારને ઘણા વર્ષાે સુધી ઉભી રાખવામાં આવે તો તેને કાટ લાગી શકે છે, જેના કારણે તે જંક બની જશે.
જેના કારણે મોંઘી કારોને વધુ નુકસાન થઈ શકે છે.કોર્ટે કહ્યું કે રેન્જ રોવર, ફેરારી અને રોલ્સ રોયસ જેવી મોંઘી કારને પણ વધુ મેન્ટેનન્સની જરૂર પડે છે. તે જ સમયે, કોર્ટે ઈડ્ઢને કહ્યું છે કે જે પૈસા કારના વેચાણથી આવશે. તે રકમ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં જમા કરવામાં આવશે.
હાઈકોર્ટ પહેલા નીચલી કોર્ટે પણ ઈડ્ઢને આ કાર વેચવાની પરવાનગી આપી હતી. લીના પાલોઝની દલીલો પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે એક તરફ તમારી ડિપ્રેશનની વાત છે. જો કોઈ સમજદાર વ્યક્તિ પાસે ૨૬ કાર છે તો તેની પાસે તેની આવકનો પુરાવો પણ હોવો જોઈએ.
દિલ્હી હાઈકોર્ટે સુકેશની ૨૬ લક્ઝરી કારની હરાજીનો રસ્તો સાફ કરી દીધો છે. સુકેશની પત્નીની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે જો વાહનને લાંબા સમય સુધી કન્ટેનર વેરહાઉસમાં રાખવામાં આવે તો તેને નુકસાન થવાનું જોખમ રહેલું છે. જો કારને ઘણા વર્ષાે સુધી ઉભી રાખવામાં આવે તો તેને કાટ લાગી શકે છે, જેના કારણે તે જંક બની જશે.SS1MS