ભાગવત કથા આત્માને જોડે છે, મનને શાંતિ આપે છે અને જીવનને દિશા આપે છે: દિલીપ સંઘાણી

સ્વ. ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે આયોજિત ભાગવત સપ્તાહ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પણ સમાજને આધ્યાત્મિક માર્ગ પ્રદાન કરવાનું એક માધ્યમ છે: દિલીપ સંઘાણી
ભાગવત કથા જેવા કાર્યક્રમો આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે અને સમાજને સંયમ, સેવા અને સંસ્કૃતિનો માર્ગ બતાવે છે: દિલીપ સંઘાણી
સ્વ. ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે સુખનાથ પરા યુવક મંડળ અમરેલી દ્વારા કથાવાચક શ્રી કૌશિક દાદાના દિવ્ય વ્યાસાસનમાં ભાગવત કથાનું આયોજન
Ahmedabad, શ્રીમદ્ ભાગવત કથા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે માનવ જીવનના આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક મૂલ્યોનો સાર પણ રજૂ કરે છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણના કાર્યો દ્વારા ભક્તિ અને જ્ઞાનનો માર્ગ દર્શાવે છે. આપણને જીવનમાં ધર્મ, ભક્તિ, સેવા, બલિદાન અને સાચા જ્ઞાનનો અનુભવ કરાવે છે. ભાગવત સાંભળવાથી, માનવ આત્માની શુદ્ધતા, વિચારોમાં સ્થિરતા અને કાર્યોમાં સત્વ પ્રાપ્ત કરે છે.
આ કથા તમામ વર્ગો અને ઉંમરના લોકો માટે આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે કામ કરે છે, જે વ્યક્તિને આત્માના સાચા સ્વભાવ સાથે જોડે છે અને જીવનના ઊંડા રહસ્યોને સમજવા માટે પ્રેરણા આપે છે. જ્યારે સમાજમાં આવી કથાઓનું આયોજન કરવામાં આવે છે, ત્યારે માત્ર શ્રોતાઓ જ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ જતા નથી, પરંતુ સમગ્ર વાતાવરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવે છે.
કથામાં સતાધાર થી પૂજ્ય વિજયબાપુ, દાનમહારાજની જગ્યા, ચલાલા થી પૂજ્ય વલકુ બાપૂ, માનવ મંદિરનાં પૂજ્ય ભક્તિરામ બાપુ, પાળીયાદથી પુ. વિસામણબાપુની જગ્યાના પ્રતિનિધિ તરીકે મણિરામ મહારાજ સહિતના પૂજ્ય સંતો તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, અમર ડેરીનાં અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સાવલીયા, જીતુભાઈ ડેર, બેચરભાઈ ભાદાણી, ઝીણાભાઈ વઘાસીયા, કાળુભાઈ સંઘાણી, જયંતિભાઈ સંઘાણી, જયસુખભાઈ સંઘાણી, અમર ડેરીનાં ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી સંઘનાં અધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી સહિત રાજદ્વારાએ થી વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેલ.