સુખરામ રાઠવા અને સીજે ચાવડાએ ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત્ત સેનાના જવાનોની મુલાકાત લીધી

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાતના નિવૃત્ત સેના જવાનો ની વિવિધ માગણીઓના અનુસંધાનમાં સરકાર દ્વારા પરિપત્ર કર્યો હોવા છતાં નિવૃત્ત સેના જવાનો પોતાની માંગ ઉપર અડગ રહ્યા છે તો બીજી તરફ આજે ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત્ત સેનાના જવાનોને મળવા માટે વિપક્ષી કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા અને મુખ્ય દંડક કોંગ્રેસના સીજે ચાવડાએ ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત્ત સેના ના જવાનો ની શુભેચ્છા મુલાકાત કરી સરકારની નીતિ સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા
આ ઉપરાંત સુખરામ રાઠવા એ વચન આપ્યું હતું કે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની સરકાર આવશે તો પ્રથમ બેઠકમાં જ નિવૃત સેનાના જમાનોના તમામ પડતર પ્રશ્નોનો એક ઝાટકે નિકાલ કરશે તેવી હૈયાધારણા આપી હતી.
ગુજરાતના નિવૃત્ત જવાનો દ્વારા ગઈકાલથી પડતર પ્રશ્નો મામલે સરકાર સામે મોરચો માંડ્યો છે
તો બીજી તરફ રાજ્ય સરકારે તેમની માંગણીઓના અનુસંધાનમાં કેટલીક માગણીઓ પૂરી કરવાનો વચન આપ્યું છે અને તેનો વિધિવત પરિપત્ર પણ કરી દીધો છે તેમ છતાં નિવૃત્ત જવાનો હજુ પણ સરકાર સામે ઉપવાસ ઉપર બેઠા છે ઉલ્લેખનીય છે કે આજે આ બાબતે કોંગ્રેસના વિપક્ષે નેતા સુખરામ રાઠવા એ ઉપવાસ છાવણીની મુલાકાત કરી હતી
આ દરમિયાન મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આ સરકાર જવાનોના નામે હિન્દુઓના નામે અને ગાયના નામે સત્તાની ધોળા સંભાળે છે પરંતુ રાજ્ય સરકાર દેશની રક્ષા કરી નિવૃત્ત થયેલા જવાનોના પ્રશ્નો હલ કેમ કરી શકતી નથી
એટલું જ નહીં આજે પણ આ સરકાર ગૌ માતાની રક્ષા કરવામાં પણ સફળ થઈ નહીં હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ તબક્કે તેમણે રાજકીય નિવેદન કર્યું હતું કે દેશ ની રક્ષા કરતા કરતા કોઈ વીર જવાન શહીદ થાય તો તેની અંતેષ્ટિમાં ભાજપના નેતાઓ ફોટા પડાવવા ઉપડી જાય છે પરંતુ તેમના પ્રશ્નો હલ કરવામાં કેમ દેખાતા નથી
તેઓ રાજકીય ટોણો માર્યો હતો આ તબક્કે તેમણે વચન આપ્યું હતું કે આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો કિસાનોની સાથે સાથે જવાનોના પ્રશ્નો પણ એક ઝાટકે હલ કરી નાખીશું એટલું જ નહીં અમે સત્તામાં નહીં આવીએ તો પણ વિપક્ષની ભૂમિકા પણ બરોબરની નિભાવી શું
અને નિવૃત્ત જવાનોની આ માગણીઓને કોંગ્રેસ સંપૂર્ણ ટેકો આપશે તેવું વચન આપ્યું હતું તો બીજી તરફ કોંગ્રેસના મુખ્ય દંડક ડૉ.સી.જે ચાવડાએ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે ગુજરાતની આ સરકાર સહિત જવાનોના કુટુંબીજનોને વળતર આપવામાં પણ હાથ ઊંચા કરે છે
એટલું જ નહીં માનિતા ઉદ્યોગપતિઓની ૧૦ લાખ કરોડ રૂપિયા ની માતબર રકમ ભાજપ સરકાર માફ કરી શકતી હોય તો દેશની રક્ષા કરનારા જવાનોના પ્રશ્ન સરકાર કેમ કાંઈ ર્નિણય કરતી નથી તેવો આક્ષેપ કર્યો હતો આ તબક્કે તેમણે સરકાર પર પસ્તાર પાડી હતી અને નિવેદન આપ્યું હતું કે સરકારે નિવૃત્ત સૈનિકો માટેની અનામત જગ્યામાં જ ભરતી કરવી જાેઈએ
એટલું જ નહીં નિયમ પ્રમાણે તેમને મળવાપાત્ર જમીન પણ આપવી જાેઈએ પરંતુ આ સરકાર નિવૃત્ત જવાનોના પ્રશ્નો હલ નહીં કરીને તેમની સાથે ક્રૂર મજાક કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો આ તબક્કે તેમણે કહ્યું કે આવનાર ચૂંટણીઓમાં ગુજરાતમાં જાે કોંગ્રેસની સરકાર આવશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં જ નિવૃત્ત જવાનોના તમામ પ્રશ્નો હલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.