Western Times News

Gujarati News

રોમાન્સ, રિવેન્જ અને એક્શનથી ભરપૂર છે દિલ્હીનો સુલતાન

સુલતાન ઑફ દિલ્હી હોટસ્ટાર પર રિલીઝ થઈ છે

આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન, અનુજ શર્મા, મૌની રોય, અનુપ્રિયા ગોએન્કા લીડ રોલ ભજવી રહ્યા છે

મુંબઈ, OTT પર ફરી એકવાર ગેંગસ્ટર સિરીઝનો ટ્રેન્ડ શરૂ થયો છે અને તેમાંથી એક છે મિલન લુથરિયાની ‘સુલતાન ઓફ દિલ્હી’ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી ફિલ્મો કરી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારા આ પ્રખ્યાત નિર્દેશક વેબ સિરીઝની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે.Sultan of Delhi has released on Hotstar

આ જ કારણ છે કે આ સિરીઝે લોકોમાં ઉત્સુકતા જગાડી છે. આ જાેયા પછી આપણે કહી શકીએ કે અર્નબ રેના પુસ્તક પર આધારિત ‘દિલ્હીનો સુલતાન’ આપણને જરાય નિરાશ કરશે નહીં. આમ જાેવા જઈએ તો સિરીઝની સ્ટોરી આપણા માટે કંઈ અલગ નથી છતાં પણ તે મિલન લુથરાનું દિગ્દર્શન હોય કે કલાકારોની શાનદાર અભિનય, આ સિરીઝ લોકોને અંત સુધી વ્યસ્ત રાખે છે.

આ એક ગેંગસ્ટર ડ્રામા છે જે રોમાન્સ, બદલો અને એક્શનથી ભરપૂર છે. પાકિસ્તાનમાં રહેતા અર્જુન ભાટિયા (તાહિર રાજ ભસીન)ની આ વાત કરવામાં આવી છે. વિભાજન દરમિયાન બધું જ ગુમાવ્યા બાદ અર્જુન તેના પિતાનો હાથ પકડીને ભારત આવે છે. પોતાના પિતા સાથે શરણાર્થી શિબિરમાં રહેતો અર્જુન, જેણે સર્વસ્વ ગુમાવવાના આઘાતથી માનસિક સંતુલન ગુમાવી દીધું હોય છે, ત્યારે પોતાના અધિકારો માટે લડતા-લડતા દિલ્હીના અંડરવર્લ્ડનો ‘સુલતાન’ બની જાય છે. ત્યારે આ રસપ્રદ વાર્તા તમને ‘સુલ્તાન ઓફ દિલ્હીમાંમાં જાેવા મળી રહેશે.

સુપર્ણ વર્મા અને મિલન લુથરિયા લેખનની બાબતમાં ઘણી જગ્યાએ નિરાશ કરે છે, તેમ છતાં તેઓ ડાયરેક્શનની બાબતમાં ફરિયાદ કરવાની જરાય તક આપતા નથી. મિલન લુથરિયા સાથે કો-રાઈટર સુપર્ણ પણ આ સિરીઝના ડિરેક્ટર છે. ‘દિલ્હીનો સુલતાન’ ઝડપી ગતિએ આગળ વધે છે. તેથી જ આ વાર્તામાં આગળ શું થવાનું છે તે જાણવા માટે દર્શકો હંમેશા ઉત્સુક રહે છે. મિલન ‘ગેંગસ્ટર સિરીઝ’ કરવામાં એક્સપર્ટ છે.

તેણે જે રીતે ગુનાખોરીની દુનિયાને આપણી સમક્ષ રજૂ કરી છે તે લોકોને આશ્ચર્યમાં મુકી દે છે. તેણે આ પાત્રો પર જે મહેનત કરી છે તે સ્ક્રીન પર સ્પષ્ટપણે જાેવા મળે છે. તાહિર રાજ ભસીને ‘અર્જુન ભાટિયા’ના પાત્રને લઈને છવાઈ ગઈ છે. તેમણે અર્જુનના વ્યક્તિત્વમાં આવેલા ફેરફારોને ખૂબ સારી રીતે દર્શાવ્યા છે. આ પહેલા પણ તાહિર ‘યે કાલી કાલી આંખે’ જેવી સીરિઝમાં પોતાનું ટેસેન્ટ બતાવી ચૂક્યો છે. પરંતુ ‘અર્જુન ભાટિયા’ તેના દ્વારા ભજવવામાં આવેલા અન્ય પાત્રોથી સંપૂર્ણપણે સાવ અલગ જ તરી આવે છે અને તેણે આ પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે.

દિલ્હીનો સુલતાન’ વર્ષ ૧૯૪૭ થી ૧૯૬૨ના સમયને આમાં બતાવવામાં આવ્યો છે અને વિષ્ણુ રાવે તેની સિનેમેટોગ્રાફી દ્વારા વાર્તા સુંદર રીતે રજૂ કરી છે. વિષ્ણુ રાવે ‘ભૂતનાથ’થી લઈને ‘ધ બિગ બુલ’ અને ‘દહાડ’ સુધીની ઘણી ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું છે. આ સિરીઝમાં પણ તેણે એક અલગ જ દુનિયાને ખૂબ જ ઉત્સાહથી આપણી સમક્ષ રજૂ કરી છે. આખી વાર્તા ‘વાર્મ ટોન’માં બતાવવામાં આવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.