Western Times News

Gujarati News

સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સૌપ્રથમ વખત મહિલા ઉપ સરપંચ બિનહરીફ ચૂંટાયા

અગાઉના ઉપસરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલા તેઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં હાલમાં સૌપ્રથમ વખત મહિલા ઉપસરપંચ બિનહરીફ ચૂંટાયા છે,અગાઉના ઉપસરપંચ વિનોદભાઈ વસાવા વિરૂધ્ધ અનિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલા જ ઉપસરપંચ પદેથી તેઓએ સ્વેચ્છાએ રાજીનામું ધરી દીધું હતું.જેથી ઝઘડિયા સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયતમા ઉપસરપંચનું પદ ખાલી પડ્‌યું હતું.

જેથી ખાલી પડેલી જગ્યાએ આજે ઉપસરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલા ઉપસરપંચ હેમલતાબેન જયેશભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.ઝઘડિયા સુલલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી સૌપ્રથમ વાર મહિલા ઉપસરપંચની નિમણુંક થવા પામી છે.

ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં સહકાર પેનલ અને પરિવર્તન પેનલને ૧૪ સીટ પૈકી સાત સાત સીટ બંને પક્ષે મળી હતી.જ્યારે સરપંચ પરિવર્તન પેનલના ચુટાયા? હતા જેથી ઉપસરપંચ તરીકે પરિવર્તન પેનલના વિનોદ વસાવા ની સર્નામુમત્તે ઉપસરપંચ તરીકે નીમણુંક કરવામાં આવી હતી.સમય જતાં પરિવર્તન પેનલના સરપંચ સુરેશ વસાવા પરિવર્તન પેનલ છોડી સહકાર પેનલમાં જોડાયા હતા.

સરપંચ સહકાર પેનલમાં જોડાતા બહુમતિ ધરાવતા પંચાયતી સભ્યો એ જે તે સમયના ઉપસરપંચ વિનોદ વસાવા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.પરંતુ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલા જ ઉપસરપંચ પદેથી વિનોદ વસાવાએ સ્વેચ્છાએ તેઓના ઉપર લગાવેલા ખોટા આક્ષેપો ફગાવી રાજીનામું ધરી દીધું હતું.

ત્યાર બાદ ખાલી પડેલ ઉપસરપંચ પદે હેમલત્તાબેન જયેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.જેમાં ઝઘડિયા પંચાયતના ઇતિહાસમા સૌપ્રથમ વખત ઉપસરપંચ તરીકે એક મહિલા હેમલત્તાબેન જયેશભાઇ પટેલની સર્વામુમત્તે નિમણૂક કરવામા આવી હતી.છેલ્લા કેટલી ટર્મથી ચૂંટાઈ આવતી પેનલની બહુમતી નહીં થતા ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બન્ને પેનલ વચ્ચે રાજકીય દાવ પેચ શરૂ થયા હતા

અને પરિવર્તન પેનલના ચૂંટાયેલા સરપંચ સહકાર પેનલની છાવણીમાં જતા રહેતા ઉપસરપંચ પણ સહકાર પેનલના બને તેવુ રાજકારણ ગતિશીલ બન્યું હતુ, પરિવર્તન પેનલના ઉપસરપંચ વિનોદ વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જે આક્ષેપો સાથે વિનોદ વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તે આક્ષેપોને ફગાવી પરિવર્તન પેનલના ઉપસરપંચ વિનોદ વસાવા એ ઉપસરપંચ પદેથી સ્વેચ્છાએ રાજીનામું ધરી દીધું હતું જેથી હવે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત માં સહકાર પેનલની સત્તા આરૂઢ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.