સુમ્બુલ તૌકીર ખાન જ આ અઠવાડિયે થશે બહાર
મુંબઈ, બિગ બોસ ૧૬ના ગ્રાન્ડ ફિનાલેને આડે હવે એક અઠવાડિયા જેટલો સમય રહ્યો છે. ૧૨ ફેબ્રુઆરીએ શોનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ પ્રસારિત થશે. ગ્રાન્ડ ફિનાલે પહેલા વધુ એક કન્ટેસ્ટન્ટલનું શોમાંથી પત્તું કપાયું છે. થોડા દિવસથી ચર્ચા ચાલી રહી છે કે, આ અઠવાડિયે એક્ટ્રેસ સુમ્બુલ તૌકીર ખાન આઉટ થઈ જશે. હવે આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. સુમ્બુલના પિતા તૌકીર ખાને પોતે આ વાત કહી છે.
સોશિયલ મીડિયા પર સુમ્બુલના પિતાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. બિગ બોસ ૧૬માં હાલમાં જ એક ટાસ્ક થયો હતો. જેમાં ઘરના સભ્યોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. ટીમ એ અને ટીમ બી. નોન મંડલી વર્સિસ મંડલીના ટાસ્કમાં પ્રિયંકા ચાહર ચૌધરી, શાલીન ભનોત અને અર્ચના ગૌતમ સુરક્ષિત થયા હતા. ૯ મિનિટની ગેમમાં તેમનો આંકડો મંડલી કરતાં ઓછો હોય છે.
નિમૃત કેપ્ટન હોવાથી તે પણ સુરક્ષિત થઈ જાય છે. ૧૭ મિનિટ પછી બઝર દબાવવાના કારણે સુમ્બુલ, એમસી સ્ટેન અને શિવ ઠાકરે નોમિનેટ થઈ જાય છે. જાેકે, શિવ અને એમસી સ્ટેન ૯ મિનિટની આસપાસ જ બઝર દબાવીને એક્ટિવિટી રૂમની બહાર આવે છે પણ સુમ્બુલ ભૂલ કરી બેસે છે.
નોમિનેટ થવાના લીધે શિવ ઠાકરે અને એમસી સ્ટેન થોડા નિરાશ થઈ જાય છે. પોતાના કારણે બાકીના સભ્યો પણ નોમિનેટ થતાં સુમ્બુલ ઉદાસ થાય છે. જાેકે, ચર્ચા હતી જ કે સુમ્બુલ શોમાંથી આઉટ થશે અને એવું જ બન્યું. ટિ્વટર પર એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે જેમાં ઝૂમ મીટિંગ ચાલી રહી છે. આ મીટિંગમાં સુમ્બુલના પિતા પણ છે, તેઓ કહે છે કે, તેમની દીકરી ઈવિક્ટ થઈ ગઈ છે.
સાથે જ આ વાત જાહેર ના થાય તેવી પણ તેઓ વિનંતી કરે છે. સુમ્બુલના પપ્પા કહેતા સંભળાય છે કે, અત્યારે મને ટીમનો ફોન આવ્યો છે. સુમ્બુલ કન્ફર્મ ઈવિક્ટ થઈ ગઈ છે.
આ ન્યૂઝ મારે તમને જણાવવાના હતા. શુક્રવારે જ્યાં સુધી આ એપિસોડ ટેલિકાસ્ટ ના થાય ત્યાં સુધી આ વાત બહાર ના જવી જાેઈએ તેમ પણ મને કીધું છે. જ્યાં સુધીમાં તેમાં ના બતાવાય કે તે ઘરમાંથી બેઘર થઈ છે ત્યાં સુધી આ વાત જાહેર ના કરશો. અત્યારે આપણે આ વાત સત્તાવાર રીતે બહાર નહીં પાડીએ. આ મારી વિનંતી છે. આ ક્લિપ વાયરલ થયા બાદ ટિ્વટર પર Welcome Home Sumbul ટ્રેન્ડ થવા લાગ્યું હતું.SS1MS