Western Times News

Gujarati News

સુમીટોમો મિત્સુઈ ફાઈનાન્સિયલ ગ્રૂપ રાઈટ્સ ઈશ્યૂ મારફત SMFG ઈન્ડિયા ક્રેડિટમાં રૂ. 3000 કરોડ ઠાલવશે

  • એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ માટે નાણાકીય વર્ષમાં સૌથી વધુ રૂ. 4300 કરોડનું ફંડ ઉમેરશે

 મુંબઈ, 27 ડિસેમ્બર, 2024: સુમિટોમો મિત્સુઈ ફાઈનાન્સિયલ ગ્રૂપઆઈએનસી. (એસએમએફજી)એ ભારતીય બજારમાં તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ રાઈટ્સ ઈશ્યૂ મારફત એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કો. લિમિટેડ (અગાઉ ફ્લુર્ટન ઈન્ડિયા ક્રેડિટ કો. લિમિટેડ તરીકે ઓળખાતી)માં રૂ. 3000 કરોડની ઈક્વિટી ઠાલવવાની જાહેરાત કરી છે.

આ રોકાણમાં તેની પેટા કંપની એસએમએફજી ઈન્ડિયા હોમ ફાઈનાન્સ કો. લિમિટેડ (અગાઉ ફ્લુર્ટન ઈન્ડિયા હોમ ફાઈનાન્સ કો. લિ.) (એસએમએફજી ગ્રૃહશક્તિ)માં નિર્ધારિત રૂ. 300 કરોડનું ફંડ પણ સમાવિષ્ટ છે. Sumitomo Mitsui Financial Group (SMFG) infuses ₹3,000 crore into SMFG India Credit via rights issue

 એસએમઆઈસીસીની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં રૂ. 49800 કરોડ થઈ છે. જે વાર્ષિક ધોરણે 25.1 ટકા ગ્રોથ દર્શાવે છે. એસએમએફજીએ એપ્રિલ, 2024માં રાઈટ્સ ઈશ્યૂ મારફત એસએમઆઈસીસીમાં રૂ. 1300 કરોડનું ફંડ ઠાલવ્યું હતું.

હવે આ નવી રૂ. 3000 કરોડની મૂડી ફાળવણી સાથે એસએમઆઈસીસીમાં કોઈપણ નાણાકીય વર્ષનું સૌથી વધુ રૂ. 4300 કરોડનું રોકાણ નોંધાશે. આ વ્યૂહાત્મક રોકાણ એસએમઆઈસીસીના ગ્રોથને ટેકો આપવા અને સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશને વેગ આપવાની એસએમએફજીની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 આ રોકાણ બાદ એસએમઆઈસીસીનો કેપિટલ એડક્વેસી રેશિયો (CAR) કંપનીના મજબૂત નાણાકીય પાયાને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

 આ અંગે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર શ્રી પંકજ મલિકે જણાવ્યું હતું કે, “આ ફંડ ઠાલવણી ભારતીય માર્કેટમાં ગ્રોથની સંભાવના અને એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટના વિઝનને પ્રતિબિંબ કરે છે.

મૂડીમાં વધારો કરવાથી અમારી બિઝનેસ કામગીરીનું વિસ્તરણ થવા ઉપરાંત ઈનોવેટિવ નાણાકીય ઉકેલો સાથે અમારા વિવિધ ગ્રાહક આધારને સેવા આપવાની ક્ષમતાને મજબૂત બનાવશે. વિસ્તરણના માધ્યમથી અમે દેશભરમાં હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોમાં નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપી સશક્ત બનાવવાનું જારી રાખીશું.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.