KL Rahulને સુનીલ શેટ્ટીએ ખૂબ સારો છોકરો ગણાવ્યો
મુંબઈ, Cricketer KL Rahulએ ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફાર્મહાઉસમાં આથિયા-કેએલના લગ્ન થયા હતા. કપલે નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.Suniel Shetty KL Rahul Athiya Shetty
તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. એક્ટર સુનીલ શેટ્ટી હાલમાં જ જમાઈ કેએલ રાહુલ અંગે મીડિયા સાથે વાત કરતાં ભાવુક થયા હતા. ઈન્ટરવ્યૂમાં કેએલ રાહુલ વિશે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું, મને પિતા હોવાનો ગર્વ છે.
આથિયા પર ઈશ્વરની કૃપા છે. અહાન પર પણ ઈશ્વરની દ્રષ્ટિ છે કારણકે તેને કેએલ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. કેએલ એકદમ શાંત અને આદરપૂર્ણ છે. સુનીલ શેટ્ટીએ હસતાં હસતાં કહ્યું કે, તેમણે આથિયા અને કેએલ લગ્ન કરશે તેની મનોમન કલ્પના કરી લીધી હતી.
મને ખબર હતી કે આથિયા અને કેએલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. કેએલનો પરિવાર મારા વતનથી ૩ કિલોમીટર દૂર આવેલા ગામનો છે. તે મેંગ્લોરનો છોકરો છે.
તેમની જાેડી સ્વર્ગમાં બનેલી છે અને કદાચ મેં મેનિફેસ્ટ કરી હતી. ક્રિકેટર તરીકે રાહુલ કેવો છે તે અંગે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું, જ્યારે પણ તે રમતો હોય છે ત્યારે હું ચિંતાતુર થઈ જઉં છું. મારો દીકરો રમી રહ્યો છે. હું હંમેશા તેનું ભલું થાય તેવી કામના કરતો હોઉં છું.
તેને જાેઈને હું બધા જ ક્રિકેટરો પ્રત્યે તાદામ્યતા રાખતો અને પ્રશંસા કરતો થયો છું. તમારું બાળક જ્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થતો હોય ત્યારે તમે અંદરથી હચમચી જાવ છો. તે પોતાના કામમાં કુશળ છે પરંતુ તમે એક પિતાની નજરે જુઓ એટલે વધુ દુઃખ થાય છે.
જ્યારે તે એ સમયમાંથી ઉઠે છે ત્યારે તમને ગર્વ થાય છે. હું ક્યારેય સોશિયલ મીડિયાની ચિંતા કરતો નથી. જ્યારે તમારું બાળક ઉતાર-ચઢાવમાંથી પસાર થતું હોય ત્યારે પિતા તરીકે ચિંતા થાય છે.
જ્યાં સુધી તમારા બાળકોના બાળકો ના આવી જાય ત્યાં સુધી આવી ચિંતા થતી રહે છે અને બાદમાં તેઓ તમારું કેંદ્રબિંદુ બની જાય છે. કેએલ પ્રામણિક છોકરો છે. તે ટીમની કરોડરજ્જુ છે અને તેનામાં ઘણી સમજણ છે. હું ક્રિકેટર બનવા માગતો હતો. મને મારા ક્રિકેટ વિશે ખબર છે અને અંદાજાે લગાવી શકું છું કે એ છોકરો કેટલી શક્તિઓ ધરાવે છે. આથિયાના જીવનમાં પણ તે શાંતિ લઈને આવ્યો છે.
ઈશ્વરની કૃપા સદાય તેમના પર રહે. આખિયા અને કેએલ રાહુલે ૩-૪ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, આઈપીએલ પૂરી થયા પછી કેએલ અને આથિયા મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરી શકે છે.SS1MS