સુનીલ દત્તનો દોહિત્ર સિદ્ધાર્થ બોલીવુડમાં ડેબ્યુ કરે તેવી ચર્ચા

મુંબઈ, બોલિવૂડના શક્તિશાળી અભિનેતા સંજય દત્તનું ફિલ્મ ઉદ્યોગમાં એક અલગ જ સ્થાન છે. સંજય દત્ત છેલ્લા ચાર દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે.
સંજય દત્ત હવે બોલિવૂડની સાથે દક્ષિણ સિનેમામાં પણ પોતાની છાપ છોડી રહ્યા છે. પિતા સુનીલ દત્ત પછી સંજય એકમાત્ર એવો અભિનેતા છે જે તેમના વારસાને આગળ ધપાવી રહ્યો છે. સંજયને બે બહેનો (પ્રિયા અને નમ્રતા દત્ત) છે, જે ફિલ્મી દુનિયાથી સંપૂર્ણપણે દૂર છે.
સંજય દત્તની બહેન પ્રિયા દત્ત એક ભારતીય રાજકારણી અને સામાજિક કાર્યકર છે. પ્રિયાએ ૨૦૦૩ માં ઉદ્યોગપતિ ઓવેન રોનકોન સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે પુત્રો થયા, સુમેર અને સિદ્ધાર્થ. સંજય દત્તના બંને ભાણેજ હવે મોટા થઈ ગયા છે અને પોતાનો અભ્યાસ કરી રહ્યા છે.પ્રિયા દત્ત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના પરિવાર સાથેની તસવીરો શેર કરે છે.
સંજય દત્તના ભાણેજ સિદ્ધાર્થની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છે, જે તેની માતા પ્રિયા દત્તે શેર કરી છે. સિદ્ધાર્થ તેના સ્ટાર મામા સંજય દત્ત જેવો ઊંચો અને સુંદર છે., સિદ્ધાર્થ યુએસસી સ્કૂલ ઓફ સિનેમેટિક આટ્ર્સ (યુએસ) ના ગેટ પર ઉભો છે.
વાસ્તવમાં, સંજય દત્તના ભાણેજએ યુએસસીમાંથી ફિલ્મ નિર્માણ અને અભિનયના વર્ગાે લીધા છે અને જ્યારે તે અહીંથી સ્નાતક થયો ત્યારે તેનો ફોટો પણ સામે આવ્યો હતો.
યુએસસી લોસ એન્જલસમાં એક જાણીતી સિનેમેટિક આટ્ર્સ સ્કૂલ છે, જ્યાં ઘણા હોલીવુડ સ્ટાર્સે તાલીમ લીધી છે.સંજય દત્ત વિશે વાત કરીએ તો, છેલ્લા કેટલાક સમયથી તે બોલિવૂડમાં ઓછો અને દક્ષિણ સિનેમામાં વધુ સક્રિય છે. સંજય દત્તે ફિલ્મ કેજીએફ ૨ થી દક્ષિણ સિનેમામાં પોતાની ઓળખ બનાવી અને ત્યારથી તે લીઓ અને ડબલ આઈ-સ્માર્ટ જેવી દક્ષિણ ફિલ્મોમાં દેખાયા છે.
સંજય દત્ત છેલ્લે બોલિવૂડ ફિલ્મ ઘુડાચઢી (૨૦૨૪) માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે રવિના ટંડન પણ હતી. હવે સંજય દત્ત શેરા દી કોમ પંજાબી, કેજી- ધ ડેવિલ, બાપ અને વેલકમ ૩ ફિલ્મોમાં જોવા મળશે..SS1MS