અજય દેવગન-કાજોલ સાથે પહેલી ફિલ્મ કરી હતી સુનિલ ગ્રોવરે
‘ગુથ્થી’ અને ‘ડૉ મશહૂર ગુલાટી’નો જુઓ પરિવાર –ગ્રોવરનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૭૭ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના મંડી ડબવાલી શહેરમાં થયો હતો-એક વખત આવી ચૂક્યો છે હાર્ટ-એટેક, કરોડોનો માલિક જીવે છે સાદું જીવન
મુંબઈ, ગ્રોવરનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૭૭ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના મંડી ડબવાલી શહેરમાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી ચંદીગઢમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેમણે આરતી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્ર છે.
સુનીલ ગ્રોવરે વર્ષ ૧૯૯૬માં ફિલ્મ “પ્યાર તો હોના હી થા” થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ અને ઓમ પુરી મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. મશહુર કોમેડિયન સુનીલ ગ્રોવર વિશે કોણ નથી જાણતું કારણ કે, આજે સૌ તેને ગુથ્થી તરીકે ઓળખે છે.
કપિલ શર્માના ટીવી શોમાં સુનીલ ગ્રોવર ગુથ્થી તો ક્યારેક રિંકુ ભાભી બની લોકોને ખુબ હસાવ્યા હતા. આજે પણ એ પાત્ર સૌને યાદ છે. આ સિવાય સુનીલ ગ્રોવરનું પાત્ર ડોક્ટર મશહુર ગુલાટી પણ ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ.
સુનીલ ગ્રોવરની પત્ની લાઈમ લાઈટથી દુર રહે છે પરંતુ તે સુંદરતામાં બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. સુનીલ ગ્રોવરની પત્નીનું નામ આરતી છે જે લાઈમ લાઈટથી દુર રહે છે પરંતુ તેની સુંદરતા કોઈ બોલિવુડ અભિનેત્રીથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ખુબ ઓછી એક્ટિવ રહે છે.
સુનીલ ગ્રોવર અને આરતીને એક પુત્ર છે જેનું નામ મોહન છે.તમને જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરની પત્ની આરતી ગ્રોવર હાઉસ વાઈફ નથી પરંતુ વર્કિંગ વુમન છે, તે વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. સુનીલની જેમ આરતી પણ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. આરતી તેના બાળક અને સુનીલને પૂરો સમય આપે છે. સુનીલ ગ્રોવરનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૭૭ રોજ થયો છે, જે હિન્દી અને પંજાબી ભાષાની ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે.
તેઓ ટેલિવિઝન શો કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં ગુથ્થી તરીકેની ભૂમિકા ભજવવા માટે પ્રસિદ્ધિમાં આવ્યા હતા, તે ગબ્બર ઈઝ બેક, ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ અને જવાન ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. ફેબ્›આરી ૨૦૨૨માં, ગ્રોવરને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેને ચાર બાયપાસ સર્જરી કરવી પડી હતી.
તેઓ રેડિયોમાં પણ કામ કરી ચૂક્યા છે,સુનીલે ઘણું કામ કર્યું પરંતુ કપિલ શર્મા શોએ તેનું નસીબ બદલી નાખ્યું. આ શોમાં ગુત્થી, રિંકુ ભાભી અને ડૉ. ગુલાટી જેવા પાત્રો ભજવીને તે ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા.