સુનીલ ગ્રોવર રસ્તા પર મગફળી વેચતો દેખાયો
મુંબઈ, સુનીલ ગ્રોવર ભલે ટીવી સ્ક્રીનને અલવિદા કહી ઓટીટી પ્લેટફોર્મ અને ફિલ્મો તરફ વળી ગયો હોય પરંતુ કોમેડી કિંગ કપિલ શર્માના ‘ધ કપિલ શર્મા શો’માં તેના દ્વારા ભજવવામાં આવેલા ડો. ગુલાટી અને ગુત્થીના પાત્રને લોકો આજે પણ ભૂલ્યા નથી. એક્ટર તેના અતરંગી અને મજાકિયા સ્વભાવના કારણે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને મજાના વીડિયો શેર કરતો રહે છે.
હાલમાં તે રસ્તા પર મગફળી શેકતો જાેવા મળ્યો, જે વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. જેમા તે વ્હાઈટ ટીશર્ટ, જેકેટ તેમજ ડેનિમની સાથે ગોગલ્સમાં જાેવા મળ્યો. આ લૂકમાં તે સારો લાગી રહ્યો છે. સુનીલ ગ્રોવરે જે વીડિયો શેર કર્યો છે, તેમાં જાેઈ શકાય છે કે હાઈવે પર મગફળી વેચાઈ રહી છે, તે ત્યાં જઈને બેસી જાય છે અને માટીમાં મગફળી શેકવા લાગે છે.
આ દરમિયાન તે કંઈક કહી પણ રહ્યો છે પરંતુ બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિકના કારણે કંઈ સંભળાઈ રહ્યું નથી. આ સાથે તેણે ‘મની હાઈસ્ટ’નું સોન્ગ ‘બેલા ચાઉ’ વાગી રહ્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘ખાઓ ખાઓ ખાઓ’. તેના પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું છે ‘ધારો કે તમે મગફળી લેવા જાઓ અને ત્યાં તમને ધ સુનીલ ગ્રોવર મળી જાય’, એક ફેને લખ્યું છે ‘મોટા થઈને મગફળી વેચતો તે વાત આખરે સાચી પડી’.
તો એકે મજા લેતા લખ્યું છે ‘કપિલ શર્મા શોમાંથી પેમેન્ટ ન મળવા પર મગફળી વેચતો સુનીલ’, અન્ય એકે લખ્યું છે ‘કપિલ શર્મા શો છોડ્યા બાદ જુઓ કેવી હાલત થઈ ગઈ’, એક યૂઝરે સવાલ કર્યો ‘નવો ધંધો શરૂ કર્યો કે શું?’. કેટલાક ફેન્સે તેના ડાઉન ટુ અર્થ સ્વભાવના વખાણ કર્યા છે તો કેટલાકે તેને ‘ધ કપિલ શર્મા શો’માં કમબેક કરવાની વિનંતી કરી છે. એક સમયે સુનીલ ગ્રોવર કપિલ શર્મા શોનો હાર્દ હતો.
પરંતુ હોસ્ટ અને તેની વચ્ચે કોઈ વાતથી ઝઘડો થતાં શોને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ તેણે પોતાનો શો શરૂ કર્યો હતો, જેને સફળતા ન મળતાં એક્ટરે બોલિવુડની રાહ પકડી હતી. તે હાલમાં જ ફિલ્મ ‘ગુડબાય’માં જાેવા મળ્યો હતો, જેમાં અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા અને રશ્મિકા મંદાના જેવા કલાકારો હતા.SS1MS