સુનીલ શેટ્ટીના દીકરા અહાનનું તાનિયા શ્રોફ સાથે બ્રેકઅપ
મુંબઈ, સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીના બ્રેકઅપની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. અહાન શેટ્ટીએ તાનિયા શ્રોફ સાથે બ્રેકઅપ કરી લીધું છે. અમારા સહયોગી ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ જોડીએ લગભગ એક મહિના પહેલા જ બ્રેકઅપ થઈ ગયું છે. અહાન અને તાનિયા છેલ્લા ૧૧ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેઓ સ્કૂલમાં સાથે ભણતા હતા અને ત્યારથી તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
અહાન અને તાનિયા કેટલીયવાર પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ છેલ્લા ઘણાં દિવસથી બંને સાથે નહોતા દેખાઈ રહ્યા. અલગ થઈ ગયેલા આ કપલના એક નજીકના ફ્રેન્ડે બ્રેકઅપની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, ૧૧ વર્ષ જૂના સંબંધનો અંત આવી ગયો છે. ગત મહિને જ તેમનું બ્રેકઅપ થયું છે. હાલ અહાન સિંગલ છે અને આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. બંને કયા કારણે અલગ થયા એ તો તેઓ જ જાણે છે.
ગત વર્ષે અહાન અને તાનિયાના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. એ વખતે અહાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મેં ક્યારેય કંઈ છુપાવવાની કોશિશ નથી કરી અને ખુલીને વાત કરી છે. સ્ક્રીન પર દર્શકો તમારા પર્ફોર્મન્સને જોઈને તમને પ્રેમ કરશે, તમારે ઈમાનદાર રહીને તેમને પોતાની અસલ જિંદગીથી પણ અપડેટેડ રાખવા પડશે. મારા લગ્નની અફવા સામે મને કોઈ વાંધો નથી.
હું હાલ લગ્ન નથી કરવાનો. હાલ મારું ધ્યાન કરિયર અને આગામી ફિલ્મોની ટ્રેનિંગ પર છે. અહાન અને તાનિયા ઈન્સ્ટાગ્રામ પર પણ એકબીજાને ફોલો કરતા હતા. જોકે, તાનિયાએ હવે એ પોસ્ટ ડિલીટ કરી દીધી છે જે તેણે આથિયા શેટ્ટીના લગ્ન બાદ શેર કરી હતી. બ્રેકઅપની ચર્ચા ખૂબ થઈ રહી છે ત્યારે તેના પર અહાને હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ તાનિયાને અહાનનો પહેલો પ્રેમ ગણાવી હતી.SS1MS