Western Times News

Gujarati News

Krushna Abhishekની કઈ વાત પર મામી Sunita Ahujaએ નારાજગી વ્યક્ત કરી  

મુંબઈ, મામા-ભાણેજ Krushna Abhishek અને Govindaના સંબંધોમાં આવેલી કડવાશ જગજાહેર છે. બંનેની નારાજગી ખતમ થવાનું નામ લઈ રહી નથી અને ઉપરથી વિવાદ વકરી રહ્યો છે. કોમેડિયન ઘણીવાર તેના ચીચી મામા વિશની નાનામાં નાની એક-એક માહિતી શેર કરતો રહે છે. Sunita Ahuja expressed her displeasure on what Krushna Abhishek said

ઘણા સમય પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, મામા ગોવિંદાએ મુશ્કેલના સમયમાં તેની ખૂબ મદદ કરી હતી. તેઓ તેને દર મહિને વાપરવા માટ ૨ હજાર રૂપિયા આપતાં હતા.

આટલું જ નહીં આરતીની ફી પણ તેઓ જ ભરતા હતા. એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં જ્યારે આ વાતનો ઉલ્લેખ ગોવિંદા અને તેમની પત્ની સુનિતાની સામે કરવામાં આવ્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે આ મામલે પોતાનો પક્ષ રાખ્યો હતો અને હકીકત પણ જણાવી હતી.

જ્યારે Govinda સમક્ષ Aarti singh અને Krushna Abhishekના જૂના ઈન્ટરવ્યૂનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો તેમની સાથે રહેલી પત્ની સુનિતા નારાજ થઈ હતી અને કહ્યું હતું કે ‘કોઈ બકવાસ સવાલ ન પૂછતાં.

જાે ગોવિંદાને જવાબ આપવો હશે તો આપશે પરંતુ હું તો નહીં આપું. કારણે તે બંનેએ ઈન્ટરવ્યૂમાં જે કંઈ કર્યું તે સાચું નથી. તેથી હું ઈરિટેટ થઈ રહી છું. હવે ગોવિંદા તેમને કંઈ જ નહીં કરે. મને પણ પસ્તાવો થાય છે કે તેમનું ધ્યાન મેં કેમ રાખ્યું’. તેની વાત સાંભળીને એક્ટરે શાંત રહેવા કહ્યું હતું.

ગોવિંદાએ કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિનો પોતાનો અલગ સ્વભાવ હોય છે. મારું માનવું છે કે ઘર-પરિવારની વાતની ચર્ચા મીડિયાની સામે ન થાય તે વધારે સારું હોય છે’. સુનીતાએ તેમને રોક્યા હતા અને કહ્યું હતું કે ‘તેઓ આપણા વિશે જુઠ્ઠાણું ફેલાવે છે શું તે ઠીક છે? તેનાથી તમને કોઈ વાંધો નથી?’ એક્ટરે બાદમાં તેણે શું કહ્યું હતું તેવો સવાલ કર્યો હતો.

તેના પર Sunita ahujaએ જણાવ્યું હતું કે ‘તેણે કહ્યું હતું કે ચીચી મામા અમને દર મહિને ૨ હજાર રૂપિયા આપતા હતા. બાકી કંઈ મદદ કરી નથી. જ્યારે તે કહે છે કે, તમારી સાથે બધું સારું છે તો તે ઠીક નથી.

તેઓ મીડિયાની સામે આવી વાતો કરતાં શરમાતા નથી અમને ખબર નથી કે તમે કેમ આટલા પરેશાન થાઓ છો. ગોવિંદાએ ઉમેર્યું હતું કે ‘તે સમયે જે થયું તે…મારું માનવું છે કે… તેની મમ્મી બધું જાણતી હતી. તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમને શું કહાણી સંભળાવવામાં આવી તે આપણને નથી ખબર. થાય છે એવું કે જ્યારે તમે કોઈનું વધારે ધ્યાન રાખો છો ત્યારે તેઓ તમારી લાગણીને સમજતા નથી.

આપણે જે કર્યું અને કરી રહ્યા છીએ તો બધાને લાગે છે કે આપણે કંઈ કર્યું નથી’. આ સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે ‘કૃષ્ણાના પિતા ભગવાનના માણસ હતા અને પ્રામાણિક હતા. તે બહેન મને સૌથી વધારે ગમતી હતી. તેથી, હું તેમણે જે કહ્યું તેમા પડતો નથી. જાે તમે વખાણ નહીં કરો તો હું તમને અભિનંદન આપીશ કારણ કે આ જ રીતે સત્ય સામે આવે તો સારું લાગે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.