સુનીતાએ ગોવિંદા સાથેના સંબંધો અંગે કર્યાં ખુલાસા
મુંબઈ, બોલીવુડના જાણીતા કલાકાર ગોવિંદા અભિનેતામાંથી રાજકારણી બન્યા પછી પણ લાઈમલાઈટમાં રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા પછી અકસ્માતે બંદૂકની ગોળી છોડવાના કિસ્સાને લઈ ચર્ચામાં રહ્યો છે ત્યારે તાજેતરમાં ગોવિંદાની પત્ની લગ્નજીવન અંગે વાત કરીને સૌને ચોંકાવ્યા છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સુનીતાએ પતિ ગોવિંદા સાથેની રિલેશનશિપમાં આવતા ઉતાર-ચઢાવ પર પણ રસપ્રદ ખુલાસા કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
ગોવિંદા અને સુનીતા બોલીવુડના સૌથી પ્રેમાળ કપલમાંથી એક છે. અભિનેતાની પત્ની તેના સ્પષ્ટવક્તા સ્વભાવ અને સ્પષ્ટવક્તા નિવેદનો માટે પણ જાણીતી છે. સુનીતા જાહેરમાં પણ પોતાની ફની વાતોથી લોકોને હસાવતી રહે છે.
હવે તાજેતરમાં સુનીતાએ લગ્નમાં બેવફાઈ વિશે ખુલીને વાત કરી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.જ્યારે સુનિતાને સંબંધમાં બેવફાઈ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, હું હાથ જોડીને દરેક મહિલાને કહેવા માંગુ છું કે ક્યારેય એવું ન કહો કે તમારા પાર્ટનરનો કોઈ દોષ નથી કે તે નિર્દાેષ છે.સુનીતાએ વધુમાં કહ્યું હતું કે ‘જો તમે તમારા પાર્ટનરને તે છોકરીથી છોડાવવાનો પ્રયત્ન કરશો તો પણ તે તેને છોડશે નહીં અને મામલો ખૂબ જ મુશ્કેલ બની જશે.
તમે બંનેને છોડી દો તો પણ તે તમને છોડશે નહીં.’ સુનીતાએ જણાવ્યું હતું કે ૪૦ વર્ષના તેમના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. સુનીતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે તેવું બન્યું ત્યારે તેણે બધું સહન કરી લીધું.સુનીતાનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. એક યુઝરે લખ્યું હતું કે સુનીતા કોની વાત કરી રહી છે? શું તે આ બધામાંથી પસાર થઈ છે? અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘એવું લાગે છે કે સુનીતા આપવીતી સંભળાવી રહી છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘સુનીતા બિલકુલ સાચી છે.’
વર્ષ ૧૯૯૦માં સ્ટારડસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે તે નીલમ સાથે લગ્ન કરવા નહોતો ઈચ્છતો તેણે સુનીતા સાથેની સગાઈ તોડી નાખી હતી. તેણે કહ્યું હતું કે મેં સુનિતાને મને છોડી જવા કહ્યું હતું. મેં તેની સાથેની મારી સગાઈ તોડી નાખી હતી. અને જો સુનિતાએ પાંચ દિવસ પછી મને ફોન કરીને ફરીથી સગાઈ કરવા માટે મનાવ્યો ન હોત તો તે આજે મારી પત્ની ન હોત.SS1MS