Western Times News

Gujarati News

સુનીતા વિલિયમ્સ ત્રીજી અવકાશયાત્રા માટે સજ્જ

નવી દિલ્હી, ગુજરાતી મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ૬ મેના રોજ તેની ત્રીજી અવકાશ યાત્રા પર જશે. તે બોઇંગના સ્ટારલાઇનર કેલિપ્સો મિશનનો ભાગ બનશે.

અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર આ મિશન માટે ૨ વરિષ્ઠ વૈજ્ઞાનિકો બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સની પસંદગી કરવામાં આવી છે. હાલમાં, સુનિતા બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ક્‰ ફ્લાઇટ ટેસ્ટ મિશન પાઇલટ તરીકે તાલીમ લઈ રહી છે.

બોઇંગનું સ્ટારલાઇનર અવકાશયાન ૬ મેના રોજ રાત્રે ૧૦ઃ૩૪ કલાકે એલાયન્સ એટલાસ વી રોકેટ પર લોન્ચ કરવામાં આવશે. આ મિશન માટે નાસાની મદદ લેવામાં આવી છે. બંને યાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે સપ્તાહ સુધી રહેશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

વાસ્તવમાં, અગાઉ આ અવકાશયાન જુલાઈ ૨૦૨૨માં રવાના થવાનું હતું, પરંતુ કોરોના રોગચાળાને કારણે, તે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સની જૂન ૧૯૯૮માં અમેરિકાની સ્પેસ એજન્સી નાસામાં પસંદગી થઈ હતી.

૯ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ, સુનિતા વિલિયમ્સ પ્રથમ વખત અવકાશમાં ગયા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવેલું ૧૪મું શટલ ડિસ્કવરી સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ પછી તેની બીજી અવકાશ યાત્રા ૨૦૧૨માં શરૂ થઈ. ત્યારબાદ તેણે રશિયન રોકેટ સોયુઝ ટીએમએ-૦૫એમ પર કઝાખિસ્તાનના બૈકોનુરથી ઉડાન ભરી હતી. સુનીતા વિલિયમ્સ અવકાશ યાત્રાની દુનિયામાં જાણીતું નામ છે. તેની અવકાશ યાત્રા ડિસેમ્બર ૨૦૦૬માં એક્સપિડિશન ૧૪/૧૫ સાથે શરૂ થઈ હતી. જી્‌જી-૧૧૬ ના ક્રુ સાથે ફ્લાઇટ એન્જિનિયર તરીકે તેણે ઉડાન ભરી હતી.

ચાર સ્પેસવોકમાં તેણે કુલ ૨૯ કલાક અને ૧૭ મિનિટનો સમય વિતાવ્યો અને એક મહિલા તરીકે તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો. તે જૂન ૨૦૦૭માં એસટીએસ-૧૧૭ સાથે પૃથ્વી પર પરત આવી હતી.

તેની બીજી અવકાશયાત્રા અભિયાન ૩૨/૩૩ અંતર્ગત જુલાઈ ૨૦૧૨થી નવેમ્બર ૨૦૧૨ સુધી ચાલી હતી. તે રશિયન સોયુઝ કમાન્ડર યુરી મેલેન્ચેન્કો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અકિહિકો હોશીદે સાથે કઝાકિસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમથી પ્રક્ષેપણ કરીને સ્પેસ સ્ટેશન પર પહોંચી હતી. ત્યાં તેણે ચાર મહિના સુધી સંશોધન અને શોધખોળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન તેણે કુલ ૫૦ કલાક ૪૦ મિનિટની સ્પેસવોકનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.