સુનિતા વિલીયમ્સને હ્યુસ્ટનના રીહેબ સેન્ટરમાં 45 દિવસ રહેવું પડશે

(એજન્સી)વાશિગ્ટન, સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા, સ્પેસએક્સ ક્‰ ડ્રેગનનું ફ્લોરિડા કિનારે લેન્ડિંગનાસાએ પુષ્ટિ કરી છે કે ૧૯ માર્ચે ભારતીય સમય અનુસાર બરાબર ૩ઃ૨૭ વાગ્યે અવકાશયાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું.આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્યા પછી, નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર,
આ ઐતિહાસિક વાપસી સાથે, નાસા સતત મિશન સંબંધિત માહિતી શેર કરી રહ્યું છે. સ્પેસએક્સનું આ મિશન ૧૫ માર્ચે અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનની જવાબદારી એલોન મસ્કને સોંપી હતી જેથી બંને અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પાછા આવી શકે. જોકે, કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે મિશનમાં વિલંબ થયો હતો, પરંતુ ૧૭ કલાકની મુસાફરી બાદ તે આખરે સફળતાપૂર્વક પૂર્ણ થયું.
પૃથ્વી પર સફળ ઉતરાણ પછી સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર ડ્રેગન અવકાશયાનમાંથી બહાર નીકળ્યાફ્લોરિડાના દરિયાકાંઠે સફળ સ્પ્લેશડાઉન પછી, નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અને અન્ય બે કમાન્ડર નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાંથી બહાર નીકળી ગયા છે.
અવકાશમાંથી પરત ફર્યા બાદ સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો પ્રોટોકોલ છે, જેને દરેક અવકાશયાત્રીએ અનુસરવાનું હોય છે. તેનું કારણ એ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પાછા ફર્યા બાદ તરત જ ચાલી શકતા નથી. તેમના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં, નાસા આને લઈને ચુસ્તાઇથી નિયમોનું પાલન કરાવે છે.
ધરતીની વાપસીનો વીડિયો નાસાએ તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે આ ધરતી પર સફળ ઉતરાણનું લાઇવ સ્ટ્રમિંગ પણ થયું હતું જેને અનેક પ્લેટફોર્મ પરથી નિહાળી શકાયું હતું. સુનિતાએ સફળ લેન્ડિંગ બાદ નાસા સાથે કેટલાક અનુભવો અવકાશ યાત્રના શેર કર્યાં હતા. ૯ મહિના અને ૧૪ દિવસ સુધી અંતરિક્ષમાં રહેનાર આ અંતરિક્ષ યાત્રીઓએ આ સમય દરમિયાન શું કામ કર્યા આ વાતો પણ શેર કરી હતી.
સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર ગયા વર્ષે ૫ જૂન, ૨૦૨૪ ના રોજ બોઇંગ સ્ટાર લાઇનર ક્રૂ કેપ્સ્યુલ પર અવકાશ માટે રવાના થયા હતા. જો કે તેમનું મિશન માત્ર એક અઠવાડિયા માટે હતું, પરંતુ સ્પેસ સ્ટેશનમાં ટેકનિકલ ખામીને કારણે નાસાએ સ્ટારલાઈનરને ખાલી કરીને અવકાશયાત્રીઓને અવકાશમાં ખસેડવા પડ્યા હતા. ટેÂક્નકલ ખામીને કારણે તેમનું રિટર્ન આ વર્ષે ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.
પરત ફરતી વખતે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સાથે, ક્રૂ-૯ના અન્ય બે અવકાશયાત્રીઓ નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા. તેમની અવકાશયાન દ્રારા સફળ વાપસી થઇ છે.