આખરે ૨૦ વર્ષ બાદ ‘ગદર-૨’ ફિલ્મથી સની અને અમિષા પટેલ કમબેક કરશે

PIB khabarchhe.com
મુંબઇ, બોલિવૂડ એક્ટર સની દેઓલે પોતાની આવનારી ફિલ્મ ‘ગદર-૨’નું એલાન કરી દીધું છે. ફરી એકવખત તારાસિંહની બેસ્ટ એક્ટિંગ અને ફાઈટિંગ સ્ક્રિન પર જાેવા મળશે. આ સાથે સકીના એટલે કે અમિષા પટેલ પણ કમબેક કરી રહી છે. ફિલ્મની જાહેરાત કરતા ‘ગદર-૨’ જ આ ફિલ્મનું એક પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. જે જાેઈને સનીના ફેન ખુશખુશાલ થઈ ગયા છે. રીપોર્ટ અનુસાર આ ફિલ્મની સિક્વલની સ્ટોરી ફરીથી ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી પહેલા પાર્ટમાં પૂરી થઈ હતી.
Sunny and Amisha Patel will finally make a comeback after 20 years with ‘Ghadar-2’
ખાસ વાત એ છે કે, ૨૦ વર્ષ બાદ સની દેઓલ અને અમિષ પટેલ સ્ક્રિન શેર કરી રહ્યા છે. બંને એક સાથે જાેવા મળશે અને ફિલ્મ કેરિયરમાં કમબેક પણ કરશે. સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે, ૨ દાયકા બાદ…
અંતે લાંબા સમયથી જે રાહ જાેવાતી હતી એનો અંત આવ્યો છે. દશેરાના પાવન પર્વ પર ‘ગદર-૨’નું પોસ્ટર. બીજી તરફ પોસ્ટરમાં માત્ર ૨ એવું લખ્યું છે. આ ફિલ્મની ટેગલાઈન છે ‘ધ કથા કન્ટિન્યુ.’ ફિલ્મ ડાયરેક્ટર અનિલ શર્માએ ‘ગદર’ ફિલ્મ બનાવી હતી. જે વર્ષ ૨૦૦૧માં રીલિઝ થઈ હતી.
જેમાં સની દેઓલ અને અમિષા પટેલે એક્ટિંગ કરી હતી. તારાસિંહ અને સકિનાનો રોલ પ્લે કર્યો હતો. જેને લોકોમાં જાેરદાર ચાહના મેળવી હતી. ફિલ્મમાં સનીના ડાયલોગ અને ફિલ્મના ગીત આજે પણ લોકો પસંદ કરી રહ્યા છે. એ સમયે આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી. આ વખતે ફિલ્મનો બીજાે ભાગ પણ અનિલ શર્મા બનાવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી શક્તિમાને લખી છે. આ વર્ષે નવેમ્બર મહિનાથી આ ફિલ્મનું શુટિંગ શરૂ થાય એવા એંધાણ છે.